GSTV

ધર્મનિરપેક્ષતા એટલે લઘુમતીની આળપંપાળ નહીં, નીતિન ગડકરી આવ્યા મોદી સરકારના બચાવમાં

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે ધર્મનિરપેક્ષતા, લોકશાહી અને સમાજવાદ ભારતીય સંસ્કૃતિનો એક અવિભાજ્ય હિસ્સો છે. કોઇએ એ અમને શીખવવાની જરૂર નથી. તેમણે કહ્યું કે હિન્દુઓ સ્વભાવે દયાળુ અને સહનશીલ પ્રજા છે. એ બાબત કોઇએ અમને શીખવવાની જરૂર નથી. અમે સમાનતામાં માનીએ છીએ.કોઇ ધર્મ બીજા ધર્મની વિરુદ્ધ હોતો નથી. હિન્દુ ધર્મના પાયામાં સર્વધર્મ સમાનતાની વાતો છે. એ અમારે કોઇની પાસે શીખવાનું નથી. ગડકરી સાવરકર સાહિત્ય સંમેલનમાં બોલી રહ્યા હતા.

ધર્મનિરપેક્ષતા એટલે લઘુમતીની આળપંપાળ નહીં

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભૂતપૂર્વ વડા બાળાસાહેબ દેવરસનું એેક વિધાન ટાંકતાં ગડકરીએ કહ્યું કે જ્યારે કોઇ દેશમાં મુસ્લિમોની બહુમતી થઇ જાય ત્યારે ધર્મનિરપેક્ષતાને પ્રતિકૂળ અસર થાય છે. ધર્મનિરપેક્ષતા એટલે લઘુમતીની આળપંપાળ નહીં એવું પણ તેમણે કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે દુનિયામાં બે પ્રકારના લોકો છે. એક પ્રકાર કટ્ટરપંથીઓનો છે અને બીજો પ્રકાર લોકશાહીમાં વિશ્વાસ રાખનારા લોકોનો છે. અમે બીજા પ્રકારના લોકો છીએ.

READ ALSO

Related posts

હવે પુરા કપડાં પહેરવા લાગી છે સની લિયોની, નવા અંદાજ પાછળનું આ છે કારણ

Arohi

આ રાજ્યના ગૃહમંત્રીએ કર્યો ધડાકો, ‘પોલીસના કારણે કોરોના ફેલાયો…’

Mayur

મુંબઈમાં કોરોના પોઝીટીવ કેસ વધુ હોવા બાબતે MCGM એ કર્યો આ ખુલાસો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!