GSTV
Home » News » ભાજપ દુનિયાની સૌથી મોટી પાર્ટી બનવાનો શ્રેય અમિત શાહને જાય છે: નીતિન ગડકરી

ભાજપ દુનિયાની સૌથી મોટી પાર્ટી બનવાનો શ્રેય અમિત શાહને જાય છે: નીતિન ગડકરી

ગાંધીનગરમાં ઉપસ્થિત નીતિન ગડકરીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, આવનારી ચૂંટણી દેશના ઈતિહાસની સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી છે. જે 50 વર્ષમાં ન થયું તે 5 વર્ષમાં ભાજપની સરકારે કરી બતાવ્યું છે. દેશ પ્રગતિ અને વિકાસની દીશામાં વધી રહ્યો છે. આ દેશના ગામડા, ગરીબ લોકોનું કલ્યાણ કરી સુખી સમૃદ્ધ બનાવ્યું છે.

તેમણે અમિત શાહની કામગીરીના વખાણ કરતા કહ્યું કે, એક તરફ સરકાર પ્રગતિ અને વિકાસ તરફ જઈ રહી છે તો બીજી તરફ અમિત ભાઈના નેતૃત્વમાં દુનિયાની સૌથી મોટી પાર્ટી બનાવવાનો શ્રેય અમિત શાહને જાય છે. આ ચૂંટણીમાં એનડીએની જીત છે. વિશ્વાસ છે કે મોદીજીના નેતૃત્વમાં ભાજપની સરકાર બનવાની છે.

તેમણે સબકા સાથ સબકા વિકાસના નારાને ઉલ્લેખી કહ્યું કે, અમારી સરકાર દેશના ભવિષ્યનું નિર્માણ કરવાની છે. સબકા સાથ સબકા વિકાસ આ મંત્રને સાથે રાખી દેશને પ્રગતિની રાહ પર રાખ્યું છે. અમિત શાહ પાર્ટીના એવા અધ્યક્ષ છે કે પાર્ટીના વિસ્તારમાં તેમનું ઘણું યોગદાન છે. નોર્થ ઈસ્ટ, સાઉથ ઈન્ડિયા, બંગાળ સુધી ભારતીય જનતા પાર્ટીને ઉભી કરવાનું શ્રેય અમિતભાઈને જાય છે. આજે તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લડી રહ્યા છે. મારો વિશ્વાસ છે કે મોદીજીના નેતૃત્વની સાથે અનેક નેતાઓની તાકાતની સાથે મોદીજીને મજબૂત કરવાની છે. તેમની જીત પણ નિશ્ચિત છે.

Read Also

Related posts

18 જુલાઇએ કુમારસ્વામી સાબિત કરશે બહુમત, વિશ્વાસમતનાં વાદળોમાં ઘેરાઇ ગઠબંધન સરકાર

Riyaz Parmar

મોતની રાઇડ : આ છે તે આધારો જેના કારણે બેદરકાર સંચાલકો સાબિત થઇ શકે છે દોષી

Bansari

ગુરૂકૂળના આચાર્ય બન્યા ગુજરાતના નવા રાજ્યપાલ, જાણો કોણ છે આ આચાર્ય દેવવ્રત?

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!