GSTV
Home » News » નિતિન ગડકરીએ મંત્રાલય સંભાળતા જ બનાવ્યો આ મેગો પ્લાન

નિતિન ગડકરીએ મંત્રાલય સંભાળતા જ બનાવ્યો આ મેગો પ્લાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળમાં નીતિન ગડકી ઉપર વિશ્વાસ દાખવતા તેમને સડક પરિવહન મંત્રી બનાવ્યા છે. ગડકરી મોદીના તે મંત્રીઓમાં આવે છે, જેમણે તેમના પહેલાં કાર્યકાળમાં જવાબદારી સુંદર રીતે નિભાવી હતી. નિતિન ગડકરીએ કહ્યુ હતુકે, તેમણે આગામી એક દોઢ વર્ષમાં રોજ 42 કિલોમીટરનો રસ્તો બનાવવાનું લક્ષ્યાંક રાખ્યુ છે.

પાછલાં આંકડાઓ મુજબ ગડકરીની દેખરેખમાં ભાજપની આગેવની વાળી NDA સરકારે રોજનો 26 કિલોમીટરનો રસ્તો બનાવ્યો હતો. નિતીન ગડકરીએ કહ્યુ છેકે, મને સડક પરિવહન ઉપર કામ કરવાની તક મળી છે. આ વખતે મે 125 કરોડ ઝાડ લગાવવાનો નિર્ણય કર્યો છે. હું મોટા પ્રમાણમાં રસ્તાના કિનારે જન સુવિધા સ્થાપિત કરવાનો વિચાર કરી રહ્યો છું. અને એવી 2000 સુવિધાઓ સ્થાપિત કરવામાં આવશે. તો સાથે જ રોજનો 42 કિલોમીટરનો રસ્તો બનાવવાનું લક્ષ્યાંક રાખ્યુ છે.

તેમણે કહ્યુ હતુકે, મુંબઈ-દિલ્હી એક્સપ્રેસવે ઉપર કામ શરૂ થઈ ગયુ છે. અને અન્ય 12 એક્સપ્રેસવે પરિયોજનાઓને આગામી 3 મહિનામાં પુરી કરી દેવામાં આવશે. નીતિન ગડકરીને સડક પરિવહન સાથે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ (MSME) મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. જેના માટે તેમણે કહ્યુ હતુ કે, આ પોર્ટફોલિયો સૌથી મહત્વનાં મુદ્દાઓ સાથે જોડાયેલો છે. આ મુદ્દો દેશની વૃદ્ધિ અને રોજગારની સંભાવના છે. પીએમ મોદીને આશા છેકે, આ ક્ષેત્રમાં રોજગારમાં વૃદ્ધિ થવી જોઈએ, જે ઘણી ઓછી છે. તેમાં રોજગાર ઉભો થવો જોઈએ.

READ ALSO

Related posts

મોબાઇલ ઑફ કર્યો અને ડ્રાઇવર-ક્લાર્કને રસ્તા વચ્ચે ઉતારીને અંડરગ્રાઉન્ડ થઇ ગયાં પી. ચિદમ્બરમ

Bansari

સબસીડી યુક્ત ખાતરને કોમર્શિયલ રીતે વેચવાના કૌભાંડ સામે ખેડૂત આગેવોનો કલેકટર કચેરી પહોંચ્યા

Mansi Patel

ફક્ત 9 રૂપિયામાં ફ્લાઇટથી કરો વિદેશ યાત્રા, ‘બિકીની’ એરલાઇન્સ લાવી જબરદસ્ત ઑફર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!