GSTV

સુરત શહેર ભાજપ પ્રમુખ અને તેમના પત્ની કોરોના સંક્રમિત, કરાયા હોમ કોરોન્ટાઇન

કોરોના

સુરત ભાજપના પ્રમુખ નીતિન ભજીયાવાળા અને તેમની પત્નીનો રિપોર્ટ પોઝીટીવ આવતાં તેઓ હોમ કોરોન્ટાઈન થયાં છે. પત્નીને શરદી ખાંસી અને તાવના લક્ષણ દેખાતા રિપોર્ટ કઢાવવા ગયાં હતા જ્યાં તેમનો પણ રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.સુરત ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલાના પત્ની ગત સપ્તાહ એક દવાખાને ગયાં હતા ત્યાંથી આવ્યા બાદ તેને શરદી ખાંસી અને તાવના લક્ષણ દેખાતા તેમને ટેસ્ટ કરાવવા માટે લઈ ગયાં હતા.

રેલીની વ્યવસ્થામાં ઉપસ્થિત હતાં ભાજપ પ્રમુખ

જ્યાં સીટી સ્કેન અને રેપીડ ટેસ્ટમાં તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ત્યાર બાદ નીતિન ભાઈએ પણ રેપીડ ટેસ્ટ કરાવતાં તેમનો રિપોર્ટ પણ પોઝીટીવ આવતાં તેઓ કોરોન્ટાઈન તયાં છે. આ પહેલાં નીતીન ભજીયાવાલા પર્દેશ પ્રમુખ સી.આર. પાટીલને સત્કારવાની રેલીની વ્યવસ્થામાં હાજર હતા. ઉપરાંત કોરોનાના મૃતકોની અંતિમ વિધિ કરતાં એકતા ટ્સ્ટના અબ્દુલ મલબારી અને તેમના સભ્યોના સંપર્કમાં પણ હતા. જોકે, તેઓને સંક્રમણ ક્યાંથી થયું તે સ્પષ્ટ નથી થયું.

Read Also

Related posts

ABCD ફેમ કોરિયોગ્રાફર કિશોર શેટ્ટીની ધરપકડ, ડ્રગ્સ સપ્લાઈનો લાગ્યો ગંભીર આરોપ

Mansi Patel

કોરોનાને મ્હાત આપ્યા બાદ દર્દીના ફરી સંક્રમિત થવાની કેટલી છે સંભાવના? આ રહ્યો જવાબ

Bansari

અમદાવાદ/નાલંદા સ્કૂલ ખાતે વાલીઓનો હોબાળો, ઓનલાઇન શિક્ષણમાં વિદ્યાર્થીઓને પડતી તકલીફ દૂર ન થતાં વિરોધ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!