GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

‘નીતિન ભાઈ લાંબા જવાબો ન આપો…’ નાયબ મુખ્યપ્રધાનના લાંબા જવાબોથી વિપક્ષ કંટાળ્યો

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન હોબાળો થયો હતો. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પૂછાયેલા પ્રશ્નમાં પાટણના ઐતિહાસિક મહત્વ સાથે જવાબ આપવાનું શરુ કર્યું હતુ. જેથી કોંગ્રેસે લાંબા જવાબનો વિરોધ કર્યો હતો. ત્યારે નીતિન પટેલે કહ્યું હતુ કે આટલો લાંબો જવાબ ના ચાલે એવુ તમે મને ના કહી શકો. એ મારી મુનસફીની વાત છે. નીતિનભાઈનો જવાબ સાંભળી કોંગ્રેસના તમામ ધારાસભ્યો ઉભા થઈ ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ ટુ ધ પોઈન્ટ જવાબ આપવાનો આગ્રહ કર્યો હતો.

ગેની બેને ઉઠાવ્યો સુરતનો મુદ્દો

સુરતની ટ્યુશન ક્લાસીસમાં લાગેલી ઘટનાનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો. વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આ મામલે સરકારને પ્રશ્ન પુછ્યા. તેના જવાબમાં સરકારે સ્વિકાર કર્યો કે, ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યુ અને તેને દુર કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જ્યારે સરકારે સુરત મનપાના 6 અધિકારીઓને ફરજ પરથી મોકૂફ કરાયા છે. પોલીસે આ મામલે અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરી છે. અને બિલ્ડર વિરુદ્ધ પણ પોલીસ ફરીયાદ કરાઇ છે.

વાઈબ્રન્ટ ગુજરાતમાં ખર્ચ કેટલો ?

ગાંધીનગર વિધાનસભામાં ચોમાસુ સત્રના છેલ્લા દિવસે મહેમદાબાદના ધારાસભ્ય અર્જૂનસિંહે વાઇબ્રન્ટ 2019માં કરાયેલા ખર્ચ અંગે વેધક સવાલ કર્યો હતો. જેના જવાબમાં સરકારે 77.90 કરોડ ખર્ચાયાનો જવાબ આપ્યો હતો. વાઇબ્રન્ટ ખર્ચ અંગે જણાવાયુ કે વર્ષ 2017 ના વાયબ્રન્ટ ગુજરાતમાં વોટર રીસોર્સ સેક્ટરમાં કોઇ પણ પ્રકારનુ રોકાણ થયુ નથી. 2017 મા ટેક્સટાઇલ અને એપરલ સેક્ટરમાં 159 ઇન્વેસ્ટમેન્ટ ઈન્ટેશન મંજૂર થયા હતા. જેમાં 31 માર્ચ 2019 ની સ્થિતિએ 107 પ્રોજેક્ટ ઉત્પાદનમાં ગયા હાલ માત્ર 24 પ્રોજેક્ટ જ અમલીકરણ હેઠળ હોવાનું સરકારે જાહેર કર્યું છે.

READ ALSO

Related posts

8 જૂને નહીં ખૂલે શક્તિપીઠ પાવાગઢ મંદિર, આ તારીખ સુધી જોવી પડશે ભક્તો રાહ

Nilesh Jethva

સુરત જિલ્લાના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકાર

Nilesh Jethva

દહેજની યશસ્વી કંપનીના બ્લાસ્ટમાં ઘવાયેલા કામદારોની મુલાકાતે પહોંચ્યા શંકરસિંહ વાઘેલા, ભ્રષ્ટાચારનો લગાવ્યો આરોપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!