GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

મંદીની વાત કરનાર મોદી સરકારના અર્થશાસ્ત્રી સરકારનું ન સહન કરી શક્યા પ્રેશર, તાબડતોડ કર્યા આ ખુલાસાઓ

દેશમાં આર્થિક મંદી વચ્ચે નીતિ આયોગના વાઈસ ચેરમેને રાજીવ કુમારે મહત્વનું નિવેદન આપ્યુ છે. તેમણે એક કાર્યક્રમમાં હાજરી આપતા જણાવ્યુ હતું કે, છેલ્લા 70 વર્ષના સમયગાળા બાદ દેશનું અર્થતંત્ર સૌથી વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યુ છે. મંદીની વાતો કરનાર રાજીવકુમાર પર એવી પસ્તાળ પડી કે થોડા ક જ કલાકોમાં તેઓએ આ નિવેદન પર પલટી મારી ટ્વીટ કરી ફરી સ્પષ્ટતા કરવી પડી હતી. જેઓએ મીડિયાને પણ આગ્રહ કરી દીધો હતો કે મારા નિવેદનને ખોટી રીતે દેખાડવાનું બંધ કરો. સરકાર આ બાબતે મોટા પગલાં ભરી રહી છે.

આજે મોદી સરકારના અર્થશાસ્ત્રીના નિવેદનથી સરકાર ભરાઈ ગઈ હતી. અર્થશાસ્ત્રી પર પ્રેશર વધતાં બીજી એક ટ્વીટ કરતાં તેમણે કહ્યું કે અર્થતંત્રમાં સારી સ્થિતિ લાવવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. લોકોએ ભરોસો કરવો જોઇએ કે સ્થિતિને સંભાળવા માટે સરકાર કોશિષ કરી રહી હોવાનું પણ તેઓએ જણાવી દીધું હતું.

નોટબંધી અને જીએસટીના કારણે દેશમાં સ્થિતિ વધારે બગડી છે.  આ ઉપરાંત તેમણે ખાનગી કંપનીને વિશ્વાસમાં લેવાની પણ સલાહ આપી છે. આજે કોઈપણ કોઈના પર વિશ્વાસ નથી કરી રહ્યા. દરેક લોકો રોકડ દબાવીને બેઠા છે. રાજીવ કુમારે વધુમાં  કહ્યુ કે, 2009થી 2014 સુધી વિચાર કર્યા વગર આપવામાં આવેલી લોનના કારણે દેશની અર્થવ્યવસ્થા તળીયે બેસી ગઈ છે. સાંજે નિર્મલા સીતારમને ઓટો અને બેન્કિંગ સેક્ટર માટે મોટા જાહેરાતો કરવી પડી હતી.

નાણા પ્રધાનની મોટી જાહેરાતો

 • ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવોરને પગલે મંદી
 • વિશ્વના અન્ય દેશોના અર્થતંત્ર સામે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત
 • શેયર બજારમાં કેપિટલ ગેન્સમાં સરચાર્જ હટશે
 • રેપોરેટ ઘટતાં જ બેન્કોએ ઘટાડવા પડશે વ્યાજના દર
 • લોન પૂર્ણ થતાં જ બેન્કોએ સિક્યૂરિટી ડોક્યુમેન્ટ 15 દિવસમાં પરત કરી દેવા પડશે.
 • શેરબજારમાં કેપિટલ ગેન્સમાં સરચાર્જ હટશે
 • સ્ટાર્ટ અપ ટેGસ માટે અલગ સેલ બનશે
 • લોન આવેદનની ઓનલાઈન નજર રખાશે
 • લોન પૂરી થયા બાદ બેંકોએ ૧૫ દિવસની અંદર દસ્તાવેજા આપવા પડશે
 • રેપો રેટ ઘટતાં વ્યાજ દર ઘટશે
 • રેપો રેટનો સીધો ફાયદો વ્યાજ દરો સાથે જાડાશે
 • વ્યાજ દર ઘડશે તો ઈએમઆઈ પણ ઘટશે
 • બેંકોએ વ્યાદ દરોમાં ઘટાડાનો ફાયદો ગ્રાહકોને આપવા પડશે
 • ટેGસના નામે કોઈને હેરાન નહીં કરાય
 • પહેલી ઓGટોબરથી કેન્દ્રીય સિસ્ટમથી નોટિસ મોકલાશે
 • જીએસટી રિફન્ડને વધુ સરળ બનાવાશે
 • સરકાર બેંકોને રૂ.૭૦,૦૦૦ કરોડ આપશે
 • વાહનોના રજીસ્ટ્રેશન ફીમાં વધારો જૂન ૨૦૨૦ સુધી નહીં થાય
 • ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી ખરીદાયેલા વાહનોમાં બીએસ-૪ માન્ય રહેશે
 • ઈલેGટ્રીક વાહનો, બીએસ-૪ના રજીસ્ટ્રેશન ચાલુ રહેશે

પૂર્વની સરકારની નીતિના કારણે એનપીએમાં પણ વધારો થયો છે. રાજીવ કુમારે આ પ્રકારનું નિવેદન એવા સમયે આપ્યુ જ્યારે મુખ્ય આર્થિક સલાહકાર કે. સુબ્રમણ્યમે ખાનગી ક્ષેત્રની કંપનીઓને માઈન્ડસેટ બદલવાની સલાહ આપી હતી.

Related posts

1 જૂનથી દોડી શકે છે મેટ્રો ટ્રેન: મંદિરો ખોલવાનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડાયો, મોદી કરશે આ દિવસે જાહેરાત

Mansi Patel

ગુજરાતમાં ભાજપના નેતા પર ફાયરિંગ : 3 ગોળીઓ વાગી, રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા

pratik shah

અમદાવાદ ભાજપના કદાવર નેતાનો રિપોર્ટ આવ્યો કોરોના પોઝિટીવ : એપોલોમાં એડમિટ કરાયા, ભાજપમાં ફફડાટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!