GSTV

નોટબંધી નહીં પરંતુ આ કારણે ઘટ્યો હતો વિકાસ દર : નીતિ આયોગ ઉપાધ્યક્ષ

Last Updated on September 3, 2018 by

નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું છે કે વિકાસ દરમાં ઘટાડો નોટબંધીને કારણે થયો નથી, પરંતુ આવુ એનપીએ સમસ્યાના કારણે થયુ છે. તેમણે વિકાસ દરમાં ઘટાડા માટે યુપીએ સરકાર અને રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનની નીતિઓને જવાબદાર ઠેરવી છે.

નોટબંધીથી વિકાસદરમાં ઘટાડાના આરોપો અંગે રાજીવ કુમારે કહ્યું, ‘આ સંપૂર્ણ રીતે ખોટુ અવધારણ છે. પૂર્વ નાણાં પ્રધાન પી.ચિદમ્બરમ અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ જેવા મહાનુભાવો પણ આ બાબત કહી હતી (નોટબંધીથી વિકાસ દર ઘટ્યો). જો તમે વિકાસ દરના આંકડા તપાસશો તો ખબર પડશે કે આ નોટબંધીના કારણે ઘટ્યો નથી, પરંતુ છ તિમાહીથી આ સતત નીચે જઈ રહ્યો હતો. જેની શરૂઆત 2015-16ની બીજા ત્રણ મહિનાના ગાળા દરમ્યાન થઈ હતી, જ્યારે વિકાસ દર 9.2 ટકા હતો. ત્યારબાદ દર ત્રણ મહિનાના ક્વાર્ટરમાં વિકાસ દર ઘટતો જોવા મળ્યો. આ એક ટ્રેન્ડનો હિસ્સો હતો, નોટબંધીનો ઝાટકો નહીં. નોટબંધી અને વિકાસ દરમાં ઘટાડાની વચ્ચે કોઈ પ્રત્યક્ષ સંબંધના પુરાવા નથી.

‘રાજનની નીતિઓ જવાબદાર’

તેમણે વિકાસ દરમાં ઘટાડા માટે એનપીએની સમસ્યા અને આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનને જવાબદાર ઠેરવતા કહ્યું, વિકાસ દરમાં ઘટાડો બેકિંગ સેક્ટરમાં એનપીએની સમસ્યા વધવાને કારણે થયો. જ્યારે આ સરકાર સત્તામાં આવી તો આ આંકડો લગભગ 4 લાખ કરોડ રૂપિયા હતો. આ 2017ના મધ્યમાં વધી 10.5 લાખ કરોડ થઈ ગયો. રઘુરામ રાજને એનપીએની ઓળખ માટે નવી પ્રણાલી બનાવી હતી અને આ સતત વધતો રહ્યો.

એનપીએ વધવાને કારણે બેંકિંગ સેક્ટરે ઈન્ડસ્ટ્રીને ઉધાર આપવાનું બંધ કરી દીધુ છે. મીડિયમ અને સ્મૉલ સ્કેલ ઈન્ડસ્ટ્રીનો ક્રેડિટ ગ્રોથ નેગેટીવમાં જતો રહ્યો, લાર્જ સ્કેલ ઈન્ડસ્ટ્રી માટે પણ આ 1 થી 2.5 ટકા નીચે ઉતરી ગયો. ભારતીય ઈકોનોમીના ઈતિહાસમાં ક્રેડિટમાં આવેલો આ સૌથી મોટો ઘટાડો હતો.

Related posts

ઘૂંટણ અને સાંધામાં રહે છે દુખાવો? તો તમારી જ આ 7 ખરાબ આદતો આજે જ છોડી દો, પછી થશે પસ્તાવો!

Pritesh Mehta

રેલ્વેની મોટી જાહેરાત: એરપોર્ટની જેમ લક્ઝુરિયસ બનાવવામાં આવશે આ 5 સ્ટેશન, મળશે વિશ્વ કક્ષાની સુવિધા, જાણો કેટ કેટલું બદલાઈ જશે

Vishvesh Dave

પિંક પોલ્યૂશન / નદી, તળાવ, વૃક્ષ, છોડ થયા ‘ગુલાબી’, માનવીઓના લોભના કારણે પર્યાવરણને થઇ રહ્યું છે ભારે નુકશાન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!