GSTV

વિકાસ તળિયે/ ગુજરાત નહીં પણ દેશમાં આ રાજ્ય વિકાસમાં પ્રથમક્રમે, ભાજપના રાજમાં ગુજરાત ટોપ 5માં પણ નહીં

દેશના નીતિ આયોગ દ્વારા ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સની બીજી એડિશન જાહેર કરવામાં આવી છે. ઇનોવેશન ઇન્ડેક્સમાં જે-તે રાજ્ય દ્વાર કરવામાં આવેલા ઇનોવેશનને આધારે તેને રેન્ક આપવામાં આવે છે. ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ-2020ની યાદીમાં દેશના ટોપ-3 રાજ્યોમાં કર્ણાટક પ્રથમ ક્રમ હાંસલ કરવામાં સફળ રહ્યુ છે. તો બીજા ક્રમે મહારાષ્ટ્ર અને ત્રીજા ક્રમે તમિલનાડુ છે. આ ઇનોવેશન ઇન્ડેક્સમાં ચોથા અને પાંચમાં ક્રમે અનુક્રમે તેલંગાણા અને કેરળનો નંબર આવે છે.

બીજા ક્રમે મહારાષ્ટ્ર અને ત્રીજા ક્રમે તમિલનાડુ

ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ-2020ની યાદીમાં દેશના ટોપ-3 રાજ્યોમાં કર્ણાટક પ્રથમ ક્રમ હાંસલ કરવામાં સફળ

ઉલ્લેખનિય છે કે, ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ-2020ની યાદીમાં સૌથી નીચલા સ્તરે ટોપ-3માં ઝારખંડ અને છત્તીસગઢ અને બિહાર છે. ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ-2.0ની યાદીમાં ગુજરાતમાં 8માં ક્રમે આવ્યુ છે. જે વર્ષ 2019ની ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ-1.0ની યાદીમાં 9માં ક્રમે હતો.

વર્ષ 2019માં જાહેર કરવામાં આવેલી ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ-1.0ની યાદીમાં ટોપ-3માં અનુક્રમે કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્ર હતા. ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડિયા-2020 ઇન્ડેક્સની યાદી નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુવાર અને સીઇઓ અમિતાભ કાંત દ્વારા જારી કરવામાં આવી છે. નોંધનિય છે કે ઓક્ટોબર 2019માં ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી.   ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપવાના પ્રયાસો તથા તેના સાપેક્ષ પ્રદર્શનના આધારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઇન્ડેક્સમાં ક્રમ આપવામાં આવે છે.

પ્રદર્શનના આધારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઇન્ડેક્સમાં ક્રમ

આ ઇન્ડેક્સનો મુખ્ય ઉદ્દેશ્ય ઇનોવેશનના સેક્ટરમાં રાજ્યોની ક્ષણતાઓ અને નબળીઓને પારખવી અને તેમને તે દિશામાં મજબૂત અને સશક્ત બનાવા માટે પ્રેરિત કરવાનો છે. આ ઇનોવેશન ઇન્ડેક્સ-2020ની યાદીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સરખામણીની રીતે 17 મુખ્ય રાજ્યો, 10 પૂર્વોત્તર અને પહાડી રાજ્યો તથા  નવ શહેરી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરવામાં આવ્યા છે.       મૂડીરોકાણ આકર્ષવાની દ્રષ્ટિએ કર્ણાટક રાજ્ય પ્રથમ ક્રમે રહ્યુ છે.

ત્યારબાદના ક્રમે મહારાષ્ટ્ર, હરિયાણા, કેરળ, તિમલનાડુ, ગુજરાત, તેલંગાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ આવે છે. તો આ મામલે સૌથી છેવાડાના રાજ્યોમાં બિહાર, ઝારખંડ અને પંજાબ છે.

READ ALSO

Related posts

ભાજપની સૌથી મોટી જીત/ 15 વર્ષ બાદ ઝઘડિયા તાલુકા પંચાયતમાં લહેરાયો કેસરીયો, છોટુ વસાવાની પાર્ટી બીટીપીનું ધોવાણ

pratik shah

સ્થાનિક સ્વરાજનો સંગ્રામ/તાલુકા લેવલે ટક્કરઃ 5281 સીટો પર ભાજપનો ભગવો, 1503 બેઠકોમાં કોંગ્રેસે સીટો જાળવી

Karan

હારનો રેકોર્ડ બનાવતી પાર્ટી: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસની ભૂંડી હાર, આ રહ્યા પતનના કારણો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!