GSTV
Home » News » નીતિ આયોગની બેઠકમાં બન્યો ન્યૂ ઈન્ડિયાનો રોડમેપ, 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમીનું લક્ષ્ય

નીતિ આયોગની બેઠકમાં બન્યો ન્યૂ ઈન્ડિયાનો રોડમેપ, 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમીનું લક્ષ્ય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક શરૂ થઈ ગઈ છે. નીતિ આયોગની પાંચમી બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ ભારતની અર્થવ્યવસ્થાને 2024 સુધી 5 ટ્રિલીયન ડોલર કરવાનું લક્ષ્ય રાખ્યુ છે. તેમણે કહ્યુ હતુકે, આ પડકારરૂપ છે, પરંતુ તેને હાંસલ કરી શકાય છે. પીએમ મોદીએ કહ્યુ હતુકે, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસના મંત્રને પુરો કરવામાં નીતિ આયોગની મહત્વની ભૂમિકા છે.

આવક અને રોજગાર વધારવા માટે નિકાસ ક્ષેત્ર મહત્વપૂર્ણ છે. રાજ્યોની નિકાસ પ્રોત્સાહન ઉપર ધ્યાન આપવું જોઈએ. મોદી સરકારને બીજા કાર્યકાળની શરૂઆતમાં જ જીડીપીમાં ઘટાડારૂપી આંચકો લાગ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીતિ આયોગની બેઠકમાં દેશના જાણીતા અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતોની સાથે બેઠક કરી હતી. જેમાં આર્થિક વિકાસ દરમાં આવેલા ઘટાડાના કારણોની સમિક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં તે વિકલ્પો ઉપર પણ ચર્ચા કરાઈ જેના કારણે ભારતીય અર્થતંત્રને ફરી પાટા પર લાવી શકાય અને વિકાસની ગતિમાં સુધારો થાય. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની શરૂઆતની બેઠકને સંબોધિત કરતાં પીએમ મોદીએ વર્ષ 2024 સુધીમાં દેશની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલીયન ડોલર એટલેકે 34,94,00,000 કરોડ રૂપિયા કરવાનું લક્ષ્ય રાખ્યુ છે.

પીએમએ રાજ્યના મુખ્યમંત્રીઓને  સંબોધિત કરતાં કહ્યુ હતુકે, આ લક્ષ્ય પડકારરૂપ છે. પરંતુ રાજ્ય સરકારોની મહેનતથી મેળવી શકાશે. પીએમે કહ્યુ છેકે, રાજ્યોને પોતાની આર્થિક ક્ષમતા ઓળખવી પડશે અને જીડીપી ટાર્ગેટ વધારવા પર જોર આપવું પડશે. તેમણે કહ્યુ કે, તેના માટે જીલ્લા સ્તરથી કામ કરવાની જરૂર છે.

પ્રધાનમંત્રીએ કહ્યુ હતુકે, સબકા સાથ, સબકા વિકાસના મંત્રને લાગૂ કરવા માટે નીતિ આયોગે મહત્વનો રોલ ભજવવો પડશે. આવક અને રોજગાર વધારોવા માટે સાધનોનો ઉલ્લેખ કરતાં કહ્યુકે, નિકાસ ક્ષેત્રે નોકરીઓ આપવાનું અને કમાણી વધારવી મહત્વની છે. જોકે, આ નીતિ આયોગની બેઠકમાં પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જી અને તેલંગાણાના સીએમ ચંદ્રશેખર રાવ  હાજર રહ્યા નથી.

મમતા બેનર્જીએ બેઠકમાં સામેલ થવા પહેલા ઈનકાર કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, નીતિ આયોગ પાસે કોઈપણ પ્રકારના નાણાકીય અધિકાર નથી. જેથી નીતિ આયોગની બેઠકમાં સામેલ થવાનો કોઈ મતલબ નથી. જ્યારે ચંદ્રશેખર રાવ તેલંગાણામાં સિંચાઈની યોજનામાં વ્યસ્ત છે.

READ ALSO

Related posts

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી : ભાજપે વિજયથી ખાતુ ખોલાવ્યું

Mayur

બિહારમાં ભારે પુરના કારણે 104ના મોત, 81 રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યા

Bansari

કર્ણાટકના ધારાસભ્યોએ રમેશ કુમારને પત્ર લખી હાજર થવા એટલો સમય માગ્યો કે વધુ એક ચૂંટણી થઈ જાય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!