GSTV
Home » News » વહૂ શ્લોકા માટે નીતા અંબાણીએ તોડી અંબાણી પરીવારની આ પરંપરા

વહૂ શ્લોકા માટે નીતા અંબાણીએ તોડી અંબાણી પરીવારની આ પરંપરા

nita ambani

ભારતના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીએ શ્લોકા મહેતા સાથે સાત ફેરા ફર્યાં. બંનેના લગ્નનો કાર્યક્રમ લગભગ 15 દિવસ સુધી ધામધૂમપૂર્વક ચાલ્યો હતો. 23 ફેબ્રુઆરીથી શરૂ થયેલી પ્રી-વેડિંગ પાર્ટીથી લઇને 9 માર્ચે આકાશ શ્લોકાના લગ્ન સંપન્ન થયાં.

ત્યારબાદ દંપતિના લગ્ન બાદની વિધિઓ અને રિસેપ્શન આયોજીત કરવામાં આવ્યું. હવે લગ્ન કર્યા બાદ મોંઢુ દેખાડવાની વિધિ સામે આવી છે. દરેક વ્યક્તિ પોતાની વહૂને મોંઢુ દેખાડવાની વિધિમાં ખાસ ભેટ આપવા માંગે છે, કારણકે હવે આ વિધિ અંબાણી પરીવારમાં થઈ રહી છે તો જાણવુ રસપ્રદ રહેશે કે અંબાણીએ પોતાની વહૂને વિધિ દરમ્યાન કઈ ખાસ ભેટ આપી હશે.

Womansearaની રીપોર્ટ મુજબ, નીતા અંબાણીએ પોતાની વહૂ શ્લોકાને મોંઢુ દેખાડવાની વિધિમાં એક ખાસ ભેટ આપી છે. ખરેખર, આ વિધિ માટે નીતા અંબાણીએ પોતાના પરીવારની એક વિધિને અલગ કરી છે. આ વિધિ માટે નીતા અંબાણીએ અત્યંત કિમતી હિરાનો હાર પોતાની વહૂને આપવા માટે પસંદ કર્યો હતો.

આ હીરા દુનિયાના સૌથી મોંઘા હીરામાંથી એક છે. પોતાની ડિઝાઈન અને બનાવટને પગલે આ હારની કિંમત 300 કરોડ રૂપિયા છે. તો આ સિવાય નીતા અંબાણી જ નહીં, પરંતુ શ્લોકાની નણંદ એટલેકે ઈશા અંબાણીએ પણ પોતાના ભાઈને એક આલીશાન બંગલો ઉપહાર તરીકે આપ્યો છે. જેની કિંમત ખૂબ વધારે જણાવાઈ રહી છે.

READ ALSO

Related posts

કુમારસ્વામી સરકાર પર સંકટના વાદળ, કર્ણાટક વિધાનસભાનું આ છે ગણિત

Arohi

લગ્નના દોઢ વર્ષ પછી અનુષ્કાએ ખોલ્યું સીક્રેટ, કેમ કર્યા હતા નાની ઉંમરમાં લગ્ન?

Dharika Jansari

કોંગ્રેસના આ બળવાખોર ધારાસભ્યની મુશ્કેલીમાં થયો વધારો, આ ગોટાળામાં કરવામાં આવી અટકાયત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!