GSTV
Home » News » નીતા અંબાણીને મળ્યુ નવું સ્થાન, અમેરિકામાં મેળવી આ મોટી ઉપલબ્ધિ

નીતા અંબાણીને મળ્યુ નવું સ્થાન, અમેરિકામાં મેળવી આ મોટી ઉપલબ્ધિ

રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીને ન્યૂયોર્કમાં મેટ્રોપોલિટન મ્યૂઝીયમ ઓફ આર્ટના બોર્ડમાં સામેલ કરાયા છે. તેઓ મ્યૂઝીયમના પ્રથમ ભારતીય માનદ ટ્રસ્ટી બન્યા છે. મ્યૂઝીયમના ચેરમેન ડેનિયલ બ્રોડસ્કે આ જાણકારી મંગળવારે આપી હતી.

તેમણે કહ્યું કે નીતા અંબાણીની મદદથી મ્યૂઝિયમની કળાના અભ્યાસ અને પ્રદર્શનની ક્ષમતામાં ઘણો વધારો થયો છે. નીતા અંબાણી છેલ્લા ઘણા વર્ષથી મેટ્રોપોલિટન મ્યૂઝીયમના પ્રદર્શનને સપોર્ટ કરી રહ્યા હતા.

આ મ્યૂઝીયમ અમેરિકાનું સૌથી મોટું આર્ટ મ્યૂઝીયમ છે. નીતા અંબાણીએ 2017માં કહ્યું હતુ કે મેટ્રોપોલિટન મ્યૂઝીયમ મારફત ભારતીય કળાને એક પ્રતિષ્ઠિત સંસ્થાનમાં પ્રદર્શનની તક મળી અને અમે કળાના ક્ષેત્રમાં કામ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત થયા છીએ.

નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશન મારફથ ભારતીય કળા અને સંસ્કૃતિનો દુનિયાભરમાં પ્રચાર કરી રહ્યા છે. તેઓ દેશમાં ખેલ અને વિકાસની યોજનાઓને પણ પ્રોત્સાહન આપી રહ્યા છે.

મેટ્રોપોલિટન મ્યૂઝીયમ 149 વર્ષ જૂનું છે. અહીંયા દુનિયાભરની 5000 વર્ષ પુરાની કલાકૃતિઓ મોજૂદ છે. દરવર્ષે લાખો લોકો મ્યૂઝીયમને નિહાળવા માટે પહોંચે છે. જેમાં ઘણા અબજપતિઓ અને સેલિબ્રિટી પણ સામેલ હોય છે.

READ ALSO

Related posts

બોલિવૂડના આ એક્ટરે કહ્યું, દેશનો માહોલ જોઈને લાગી રહ્યું છે કે સેક્યુલરિઝમ ખતમ થઈ જશે

pratik shah

વડોદરામાં યોજાઈ સુપરક્રોસ બાઇક રેસ, અવનવા કરતબો જોઈ પ્રેક્ષકો થયા અભિભુત

Nilesh Jethva

ભાવનગર : સોલિડ વેસ્ટ ડમ્પિંગ સાઈડ પર અચાનક લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!