નિસાનની નવી એસયૂવીની કેટલીક આકર્ષક Photos

નિસાન ઈન્ડિયા ભારતમાં ટૂંક સમયમાં પોતાની કોમ્પેક્ટ કાર કિક્સને લૉન્ચ કરવા જઇ રહી છે, જેનું ટીઝર પણ કંપનીએ જાહેર કરી દીધુ છે. નિસાનની આ કાર આગામી વર્ષે લૉન્ચ થશે. જેને કંપની એક સારી એસયૂવી તરીકે રજૂ કરવા ઈચ્છે છે. જોકે, કારના ટીઝર પરથી પડદો ઉઠી ગયો છે. આવો જાણીએ કે એસયૂવીમાં શું ખાસ છે.

નિસાન કિક્સના ડાયમેન્શનની વાત કરીએ તો તેની લંબાઈ 4,384mm, પહોળાઈ 1,813mm પહોળાઈ અને ઉંચાઈ 1,656mm છે. તો આ કાર વ્હીલબેસ 2,673mm છે. જે તેના ઈન્ટીરિયરમાં સ્પેસને જગ્યા આપે છે. નિસાન કિક્સ 5 બેઠક તરીકે આવશે. જેમાં કારની ચારેય બાજુએ કેમેરા લગાવવામાં આવેલા છે.

વાત કરીએ તેના એન્જિનની તો કારને પેટ્રોલ અને ડીઝલ બંને વર્ઝનમાં તૈયાર કરવાની સંભાવના છે. કિક્સના પેટ્રોલ વર્ઝનમાં 1.5-લીટરનું એન્જિન આપવામાં આવશે, જે 105 બીએચપીનો પાવર અને 142 એનએમનો ટૉર્ક જનરેટ કરશે. તો તેના ડીઝલ વર્ઝનમાં 1.5-લીટરનું એન્જિન આપવામાં આવશે.

જે 108 બીએચપીનો પાવર અને 240 એનએમનો ટૉર્ક જનરેટ કરશે. કારના પેટ્રોલ એન્જિનને 5-સ્પીડ મેન્યુઅલ અને સીવીટી ગિયરબૉક્સ ટ્રાન્સમિશનથી સજ્જ કરવામાં આવશે અને ડીઝલ એન્જિનમાં 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબૉક્સનો વિકલ્પ મળશે.

કારમાં ‘V-મોશન’ ગ્રિલ, એલઈડી ડીઆરએલ્સની સાથે લાગેલા પ્રોજેક્ટર હેડલેમ્પ તેના એક્સટીરિયરને જ્યાં આકર્ષક બનાવે છે, તો તેમાં લાગેલા 17- ઈંચના ફાઇવ-સ્પોક અલૉય વ્હીલ્સ, પાવર્ડ ORVMs અને હાઈ ગ્રાઉન્ડ ક્લીયરન્સ તેને એક આકર્ષક એસયૂવી તરીકે રજૂ કરાય છે.

આઈસીસી ક્રિકેટ 2019 વિશ્વ કપ માટે નવી નિસાન કિક્સ સત્તાવાર કાર હશે, જેને 30 મેથી 14 જુલાઈ 2019 સુધી ઈંગ્લેન્ડ અને વેલ્સ દ્વારા આયોજીત કરવામાં આવશે. વિશ્વ કપની સત્તાવાર કારના રૂપે, નિસાન કિક્સ આઠ મુખ્ય શહેરોમાં આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ ટ્રોફી લઇને ભારતમાં એક ટ્રોફી પ્રવાસ પર જશે. મુંબઈથી શરૂ થઇને, નવી કિક્સ પુણે, અમદાવાદ, બેંગલોર, ચેન્નઈ, કોલકત્તા, હૈદ્રાબાદ અને દિલ્હી-એનસીઆરને કવર કરશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter