GSTV
Home » News » 50થી વધુ નવા ફીચર્સ સાથે લોન્ચ થઈ નવી કાર, કિંમત પણ તમને પોસાય તેવી

50થી વધુ નવા ફીચર્સ સાથે લોન્ચ થઈ નવી કાર, કિંમત પણ તમને પોસાય તેવી

ભારતીય કાર બજારમાં Nissan તેની પ્રીમિયમ એસયૂવી Kicksનું સસ્તું ડીઝલ વેરિએન્ટ લોન્ચ કર્યું છે. આ સસ્તુ વેરિએન્ટ તમને XE નામ સાથે મળશે. કંપનીએ Kicks XEની કિંમત 9.89 લાખ રૂપિયા રાખી છે. આ નવું વેરિએન્ટ ડીઝલ એન્જિનમાં ઉપલબ્ધ હશે. Kicks XE ડીઝલમાં કંપની 50થી વધુ ફીચર્સ આપી રહી છે.

તે ઉપરાંત KICKS XL, KICKS XV અને KICKS XV હવે SUV સેગમેન્ટમાં અસાધારણ રકમના પેકેજની સાથે આવે છે. Kicks XEમાં કેટલાક સારા ફીચર્સ જોવા મળશે જે તમારી જરૂરિયાતને પૂરી કરશે.

તેમાં રિયર એસી વેન્ટ, ડુઅલ એયરબેગ, ABS + EBD +બ્રેક અસિસ્ટ, નિસાન કનેક્ટ, 2 DIN STD ઓડિયો સાથે USB અને બ્લૂટૂથ કનેક્ટિવિટી, કૂલ્ડ ગ્લવ બોક્સ, શાર્ક ફિન એન્ટિના, સેન્ટ્રલ લોક ચાઈલ્ડ લોક, સ્પીડ સેસિંગ ઓટો ડોર લોક અને ઈમ્પેક્ટ સેંસિંગ ઓટો ડોર અનલોક અને રિયર પાર્કિંગ સેંસર્સ જેવા ફીચર્સ સ્ટેન્ડર્ડ છે. Nissan Kicksમાં 1.5 લીટર H4K પેટ્રોલ એન્જિન લાગેલું છે. જે 106hp પાવર આપશે.

માઈલેજની વાત કરીએ તો આ એન્જિન એક લીટરમાં 14.23 km/lની માઈલેજ કાઢી નાખે છે. જોકે ARAI દ્વારા પ્રમાણિત છે. તે ઉપરાંત Kicks 1.5 K9K dci એન્જિન સાથે પણ આવે છે જે 110ps પાવર આપે છે. ARAIના હિસાબે આ એન્જિન 20.45 km/lની માઈલેજ આપે છે. કંપની આ ગાડી પર 5 વર્ષની અનલિમિટેડ વોરંટી આપી રહી છે.

Read Also

Related posts

સરકાર મદદ કરે કે ન કરે, બહુ જલદી ફરીથી ઊભો થશે ઓટો ઉદ્યોગ: મારુતિ

NIsha Patel

ટ્વિટર પર ટૉપમાં દેખાવા લાગ્યાં પૉર્ન બૉટ્સ, લોકોને લલચાવી ચોરે છે તેમની માહિતી

NIsha Patel

Jio GigaFiber: Free LED TV જરૂર મળશે, પણ ચુકવવી પડશે આટલી કિંમત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!