GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

Nissan Ariya ઈલેક્ટ્રીક કારના લોંચીંગને લઈને થયો મોટો ખુલાસો, એક વખત ચાર્જમાં ચાલશે 480 કિમી

વિશ્વમાં કોરોના વાયરસના કારણે કેટલાક વાહનોના લોંચીંગને રોકી દીધું છે. જો કે હવે ધીરે ધીરે લોકડાઉનમાં રાહત મળતા લોકો પોતાના કામોમાં પાછા વળી રહ્યાં છે. તેવામાં નિસાન મોટર્સે પોતાની ઈલેક્ટ્રીક એસયુવી એરિયાને લોન્ચ કરવાની તારીખ અંગે જણાવ્યું છે.

આ તારીખે યોજાશે ડિઝીટલ વર્લ્ડ પ્રિમિયર

જાપાની કાર નિર્માતાએ સોશ્યલ મિડિયામાં એસયુવીના ડિઝીટલ વર્લ્ડ પ્રિમિયર માટે 15 જૂલાઈની જાહેરાત કરી દીધી છે. ત્યારે ધ્યાન દેનારી વાત એ છે કે, કંપનીએ પહેલા પુષ્ટી કરી હતી કે, નિસાન એરિયા આ વર્ષના અંત સુધીમાં વેંચાણ માટે લોંચ કરશે. જે ગ્રાહકોને 2021માં આપવામાં આવશે. પાછલા સપ્તાહોમાં નિસાને પોતાની પહેલી એસયુવી ઈલેક્ટ્રીક કાર એસયુવી એરિયાનું પહેલું ટીજર જાહેર કરી દીધું છે. જેણે જોઈને કેટલાક લોકો અંદાજો નથી લગાવી શકતા. પરંતુ તેની હેડલાઈટ્સમાં એક ઉપર એક એલઈડી લાઈટ જોવા મળી રહી હતી.

ભારતમાં ક્યારે થશે લોંચ

કપંનીએ સૌથી પહેલા એરિયાને પાછલા વર્ષે જાપામાં આયોજીત ટોક્યો મોટરશોમાં કોન્સેપ્ટ મોડલના રૂપમાં રજૂ કરી હતી. રિપોર્ટ અનુસાર આ એક ક્રોસઓવર એસયુવી છે. જેમાં કંપનીએ હેવી બેટરી પેકનો પ્રયોગ કર્યો છે. જે તેને સારૂ ડ્રાઈવીંગ પ્રદાન કરે છે. જ્યાં સુધી નિશાનના આ ઈલેક્ટ્રીક વાહનોની વાત અંગે જણાવી દઈએ કે, કંપનું લીફ ઈલેક્ટ્રીક મોડલ પગેલા જ વિદેશોમાં ઘણું સફળ રહ્યું છે. જે બાદ હવે કંપનીએ એરિયાને ઉતારવાની વિચારણા કરી રહી છે. આ એસયુવી સિંગલ ચાર્જમાં 300 મીલ એટલે કે 480 કિલોમીટર પ્રતિકલાકની ડ્રાઈવિંગ રેન્જ આપશે. જો કે તેમાં ડ્રાઈવિંગ રેન્જ અંગે કંપની તરફથી કોઈ અધિકારીક ઘોષણા કરવામાં આવી નથી. તેમજ ભારતમાં લોંચીંગને લઈને પણ કોઈ જાણકારી મળી રહી નથી.

Related posts

ગુજરાત સરકાર આજે ખેડૂતોના હિતમાં મોટી જાહેરાત કરે તેવી શક્યતા, CM પત્રકાર પરિષદમાં કરશે સંબોધન

pratik shah

વડોદરામાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, કુલ કેસની સંખ્યા 5500ને પાર, 24 કલાકમાં આટલા સંક્રમિત

Bansari

દેશની આર્થિક રાજધાનીમાંથી ઝડપાયું હજારો કરોડનું ડ્રગ્સ, બે શખ્સોની કરાઈ અટકાયત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!