GSTV
Home » News » વડોદરાની આ યુવતીએ બેટી બચાવો બેટી પઢાવો સુત્ર કર્યું સાર્થક, મોરારી બાપૂ પણ આવ્યા મદદે

વડોદરાની આ યુવતીએ બેટી બચાવો બેટી પઢાવો સુત્ર કર્યું સાર્થક, મોરારી બાપૂ પણ આવ્યા મદદે

વડોદરામાં બેટી બચાવ બેટી પઢાવ અભિયાન અંતર્ગત સમાજ સેવાનું ઉમદા ઉદાહરણ નિશીતા રાજપુતે પુરુ પાડ્યું છે. આર્થિક રીતે નબળાં પરિવારની છોકરીઓની શૈક્ષણિક ફી ભરતી શહેરની નિશીતા રાજપુત આ વર્ષે 10 હજાર યુવતીઓની ફી ભરવાનું બીડુ ઝડપ્યું છે. જેમાં આઇ.એ.એસ. બનીને કેન્સરગ્રસ્ત પિતાની ઇચ્છા પૂરી કરવા ઇચ્છતી યુવતીનો પણ સમાવેશ થાય છે.

છેલ્લા 8 વર્ષમાં 23 હજાર છોકરીઓની રૂપિયા 2 કરોડ 55 લાખ રૂપિયા ફી ભરી છે. નિશીતા રાજપુતે 8 વર્ષ પૂર્વે 151 છોકરીઓની ફી ભરીને શરૂઆત કરી હતી. ગત વર્ષે રૂપિયા 69 લાખ ફી ભરી હતી.આ વર્ષે 10 હજાર છોકરીઓની રૂપિયા 1 કરોડ ફી ભરવાનું લક્ષ્યાંક રાખ્યું છે.

જે લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે મોરારી બાપુએ રૂપિયા 25 હજાર અને યુ.એસ.એ.ના ટ્રસ્ટો સહિત વિવિધ દાતાઓ દ્વારા સહાય મળી છે. નિશીતા દાતાઓ દ્વારા મળતી સહાય ચેક દ્વારા સ્વીકારીને સ્કૂલમાં આપે છે. અને જે છોકરીઓની ફી ભરે છે તેની વિગતો પણ દાતાઓ સુધી પહોંચાડે છે.

READ ALSO

Related posts

દીપિકા પદુકોણ હવે એ પ્રોડ્યુસર સાથે કામ કરી રહી છે જેણે ફ્લોપ ફિલ્મોનો ઢગલો કરી દીધો છે

Arohi

24 વર્ષના યુવકને મહિલા રોજ સેક્સ કરવા કરતી હતી મજબૂર, એક દિવસ એવો રાઝ આવ્યો સામે અને….

Arohi

સોનાના વેચાણને નડી મંદી, પુષ્યનક્ષત્રમાં 200 કરોડના વેચાણ સામે આ વર્ષે આ છે આંક

Mayur
Do NOT follow this link or you will be banned from the site!