GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

નિસર્ગ વાવાઝોડાનો ખતરો, ગુજરાતના આ જિલ્લાઓને કરવામાં આવ્યા સાવચેત

ગુજરાત

હાલ કુદરત લોકો પર રૂઠી હોય તેમ જણાય રહ્યુ છે. હજુ કોરોના વાયરસની સ્થિતી થાળે નથી પડી ત્યાં વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના છે તેથી લોકો ચિંતીત જોવા મળી રહ્યા છે. ભાવનગર જિલ્લાના દરિયાકાંઠે આગામી પાંચ દિવસમાં ગમે ત્યારે નિસર્ગ વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના છે તેથી સરકારી તંત્ર એલર્ટ થઈ ગયુ છે અને જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. દરિયાકાંઠાના કેટલાક ગામને સાવચેત કરી દેવામાં આવ્યા છે. સરકારી અધિકારી-કર્મચારીઓ ગ્રામજનોને મળ્યા હતા અને વાવાઝોડાની સંભાવનાના પગલે જરૂરી સુચના આપી હતી.

તા.૨ થી ૬ જુન દરમિયાન નિસર્ગ વાવાઝોડાનો ખતરો

ભાવનગર જિલ્લામાં તા.૨ થી ૬ જુન દરમિયાન નિસર્ગ વાવાઝોડાનો ખતરો મંડાયો છે. ત્યારે વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લઈ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વાવાઝોડાથી કોઈ જાનમાલનું નુકશાન કે અન્ય કોઈ મુશ્કેલી ઉભી ન થાય તે માટે પૂર્વ આયોજનના ભાગરૂપે વિવિધ પગલાઓ લેવામા આવી રહ્યા છે. વાવાઝોડાની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા જિલ્લાકક્ષાના અધિકારીઓ સાથે બેઠક યોજી વિગતવાર સૂચના આપવામાં આવી હતી.

તમામ વિભાગોને જરૂરી સ્ટાફ તેમજ મશિનરી સાથે કાર્યાન્વિત કરવામાં આવ્યા હતા. સંભવિત વાવાઝોડા, ભારે વરસાદની પૂર્વ તૈયારી માટે તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને ચીફ ઓફિસરોેની ગત તા.૨૬ મે અને આજે સોમવારે વીડિયો કોન્ફરન્સ યોજી કામગીરીનું વ્યવસ્થાપન કરવા જણાવી કરાયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા-તાલુકા કક્ષાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના કંટ્રોલરૂમ કાર્યરત

નિસર્ગ વાવાઝોડાને પગલે જિલ્લા-તાલુકા કક્ષાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા બે દિવસની વિશેષ ડ્રાઇવ ચલાવી રાહત બચાવના સાધનો જેવા કે જનરેટર સેટ, લાઇફ બોટ, લાઇફ જેકેટ્સ તૈયાર કરાયા હતા.

ભાવનગર, મહુવા, ઘોઘા તેમજ તળાજા તાલુકાના નીચાણવાળા વિસ્તારના સંભવિત અસરગ્રસ્ત ૩૪ ગામોમાં તાલુકા કક્ષાની ટીમો દ્વારા ગામોની મુલાકાત લઈ સ્થાનિક સરપંચ, તલાટી મંત્રી, રેશનશોપ ડીલર, એમ.ડી.એમ. સંચાલક, આપદા મિત્ર અને ગ્રામસેવક સાથે રાખી પરિસ્થિતિને પહોંચી વળવા માટે અવગત કરવામાં આવ્યા હતા.

જી.એસ.ડી.એમ.એ. દ્વારા અમલી આપદામિત્ર પ્રોજેક્ટ અંતર્ગત તાલીમ પામેલ ૧૪૦ આપદામિત્રો (તાલુકા દીઠથ૧૨ અને મહાનગરપાલિકા વિસ્તારના ૨૦) ઉપલબ્ધ કરવામાં આવેલ છે. સંભવિત અસરગ્રસ્ત ચારેય તાલુકા માટે વર્ગ-૧ના અધિકારીની લાયઝનીંગ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

બચાવ અને રાહત ટીમો માટે જરૂરીયાત મુજબ આ સુવિધા આપવામાં આવી

હાલ જિલ્લાના દરિયાકાંઠાના નજીકના વિસ્તારોમાં કોવિડ-૧૯ અંતર્ગત કોરોન્ટાઈન ફેસેલીટી રાખવામાં આવી નથી. બચાવ અને રાહત ટીમો માટે જરૂરીયાત મુજબની ૨૦૦ પી.પી.ઇ. કીટ, હેન્ડ ગ્લોઝ, માસ્ક, સેનિટાઇઝર્સ અનામત રાખવામાં આવ્યા છે. ડી.જી. સેટ્સ, ક્રેન, જીવન બચાવ નૌકાઓ, મોબાઇલ, મોબાઇલ ટાવરોની ઉપલબ્ધી માટેની યાદી તૈયાર કરવામાં આવી છે.

રેઈન ગેજ ચાલુ હાલતમાં હોવાની પુનઃ ચકાસણી તેમજ રેઈન ગેજના લોકેશન લેવામાં આવ્યા છે. હાલમાં કોઈ માછીમારો દરિયામાં નથી તેમજ માછીમારો દરિયો ખેડે નહીં તેની તકેદારીના ભાગરૂપે મરીન પોલીસ અને ફીશરીસ ડીપાર્ટમેન્ટ દ્વારા સતત મોનીટરીંગ શરૂ છે.

સંભવિત અસરગ્રસ્ત ગામોમાં રહેલ કુલ ૧૬૮ સગર્ભા મહિલાઓની યાદી તૈયાર કરી શીફ્ટીંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સામાજીક સંસ્થાઓ તેમજ પ્રતિતિ દાતાઓ ભાવનગર ૧૩, ઘોઘા ૨૪, મહુવા ૧૬ અને તળાજા ૧૦ મળી કુલ ૬૩ એન.જી.ઓ/દાતાઓની યાદી તંત્ર દ્વારા મદદરૂપ થવા તૈયાર કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાની અસર આજે સોમવારે ભાવનગર શહેરમાં જોવા મળી હતી અને વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડયો હતો તેથી લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

Read Also

Related posts

અમદાવાદની આ સોસાયટીમાં એક સાથે 22 કેસ સામે આવતા હડકંપ, આખા એપાર્ટમેન્ટને કરાયું સીલ

Nilesh Jethva

સુરતથી અમદાવાદ આવતા લોકોનું રેપિડ ટેસ્ટ કિટથી ટેસ્ટિંગ, સુરતમાં ૯ દિવસમાં ૩૦ ટકા કોરોનાના કેસ વધ્યા

Nilesh Jethva

ગુજરાતમાં કોરોના રોજ બનાવી રહ્યો છે નવો રેકોર્ડ : 875 નવા કેસ વચ્ચે 14 લોકોનાં થઈ ગયાં મોત, સંક્રમણ ગામડાઓમાં ફેલાયું

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!