GSTV
News Videos ગુજરાત ટોપ સ્ટોરી

નિસર્ગ વાવાઝોડું: રાજ્યમાં ત્રાટકવાની શક્યતા, સમુદ્રમાં 90થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આશંકા

ગુજરાતમાં કોરોનાના કેર સતત વધી રહ્યો છે ત્યાં હવે નિસર્ગ વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે. દક્ષિણ પૂર્વ નજીક પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થયુ છે. 12 કલાકમાં ડિપ્રેશન ડીપ ડીપ્રેશનમાં પરિવર્તિત થશે.આગામી 24 કલાકમાં તે વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે.

આગામી 24 કલાકમાં તે વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે

જે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા તરફ ધીમે ધીમે આગળ વધશે..સુરતના દરિયા કિનારાથી 920 કિલો મીટર દૂર ડિપ્રેશન જોવા મળ્યુ છે.. હવામાન વિભાગના મતે  ‘સાયક્લોનની તીવ્રતામાં વધારો થવાનો અંદાજ છે. રાજ્ય સરકાર પૂરતી તકેદારી રાખે તે હિતાવહ છે. આ સાયક્લોનની તીવ્રતા કેટલી હશે તે અંગે હાલમાં કંઇ પણ હવે મુશ્કેલ છે.

સાયક્લોનની તીવ્રતામાં વધારો થવાનો અંદાજ

અતિભારે વરસાદની આગાહી

  • ૪ જૂન
  • વલસાડ, નવસારી, સુરત
  • ભરૂચ, વડોદરા, આણંદ, દમણ.
  • દાદરાનગર હવેલી, ભાવનગર
  • અમરેલી, ગીર સોમનાથ, બોટાદ દીવ

દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ૩ અને ૪ જૂને ભારે વરસાદની આગાહી

  • ૫ જૂન
  • સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, ડાંગ,
  • ડાંગ, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ
  • દાહોદ, ખેડા, વલસાડ, નવસારી, દમણ
  • દાદરા નગર હવેલી, અમદાવાદ, ભાવનગર
  • અમરેલી,ગીર સોમનાથ, બોટાદ, દીવ’

દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં સર્જાઇ લો પ્રેશર સિસ્ટમ

  • ગુજરાતના સમુદ્ર કિનારાને નિસર્ગ વાવાઝોડાનું જાખમ
  • ૩ જૂનની સાંજે દક્ષિણ ગુજરાતના સમુદ્ર કિનારે ત્રાટકી શકે વાવાઝોડું
  • દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં સર્જાઇ લો પ્રેશર સિસ્ટમ
  • આગામી ૨૪ કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે લો પ્રેશર
  • ૩ જૂને દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચેથી પસાર થઇ શકે વાવાઝોડું
  • ૧૧૦ થી ૧૨૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના
  • દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ૩ અને ૪ જૂને ભારે વરસાદની આગાહી
  • માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

જૂન મહિનામાં ગુજરાતના સમુદ્રમાં 90થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. જેના પગલે માછીમારોને 31 મે સુધીમાં પરત આવી જવા અને 4 જૂન સુધીમાં દરિયો નહીં ખેડવાની સલાહ આપવામાં આવેલી છે. 

READ ALSO

Related posts

અમદાવાદ / પ્રેમિકા માટે કર્મચારીએ માલિક સાથે કર્યું વિશ્વાસઘાત, 44 લાખની છેતરપિંડી કરી રાજસ્થાનમાં કરી મોજ

Zainul Ansari

Video: જેની કારકિર્દી પાટા પરથી ઉતરી હતી તે ખેલાડી બન્યો મેચનો હીરો, શાનદાર દેખાવ કરી 3 વિકેટ પોતાના નામે કરી

Binas Saiyed

આવતીકાલે શિંદે સરકારનું કેબિનેટ વિસ્તરણ, ફડણવીસને ગૃહ મંત્રાલય મળી શકે છે

GSTV Web Desk
GSTV