GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

નિસર્ગ વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, 90 કિમીની ઝડપે ફુંકાઈ શકે પવન

ગુજરાત

નિસર્ગ વાવાઝોડું વધુ મજબૂત બન્યું છે. સુરતથી વાવાઝોડું ફક્ત 425 કિમી દૂર છે. વાવાઝોડું મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. નિસર્ગ વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કે, સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે.

90 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ શકે છે

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડમાં તેમજ દમણમાં 90 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ શકે છે. ત્યારે હવામાન વિભાગે આ વિસ્તારમાં સમુદ્રમાં ઉંચા મોજા ઉછવાની આગાહી પણ કરી છે. સમુદ્રમાં સ્થિતિ ખરાબ હોવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જો કે નિસર્ગ વાવાઝોડાની વધુ અસર ગુજરાત કરતા  મહારાષ્ટ્રમાં જોવા મળશે.

નિસર્ગ વાવાઝોડા
  • દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
  • સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડી શકે હળવો વરસાદ
  • નવસારી, વલસાડ અને દમણમાં 90 કિમીની ઝડપે ફુંકાઈ શકે પવન

વાપી દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ શરૂ

અરબી સમુદ્રમાં સક્રિય વાવાઝોડાને કારણે વાપી દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાને લઈ લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશના દરિયા કિનારે પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં દરિયાથી 500 મીટર સુધીમાં રહેતા આશરે 20 હજાર લોકોને સ્થળાંતર કરાયા તેમજ દમણમાં 4હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે.

Read Also

Related posts

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

કોરોનાનું હોટસ્પોટ બદલાઈ ગયું : સંક્રમણમાં અમદાવાદથી સુરત નીકળી ગયું આગળ

Nilesh Jethva

ઓ બાપ રે, મૂળીના ફોજદારને એક યુવતીએ ફોન પર ધમકાવી નાખ્યા, પ્રતિક્ષા પટેલ આપ્યું નામ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!