GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

નિસર્ગ ઈફેક્ટ: મુંબઈમાં ફ્લાઈટ રદ્દ, NDRFની ટીમ તૈનાત! સીએમ ઠાકરેએ લોકો ઘરે રહેવા આપી સૂચના

નિસર્ગ

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં આજે નિર્સગ નામનું વાવાઝોડું ટકરાશે. તેજ ગતિએ આગળ વધી રહેલું વાવાઝોડુ 120 કિલોમીટરની ગતિએ દરિયાકાંઠે ટકરાશે. વાવાઝોડના એલર્ટના કારણે એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી તો મુંબઈથી તમામ ફ્લાઈટને રદ્દ કરી દેવામાં આવી.સીએમ ઉદ્ધવ ઠાકરેએ લોકોને ઘરમાં રહેવાની સૂચના આપી છે.

પાલઘર, અલીબાગ અને થાણેમાં વાવાઝોડાની અસર

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પાલઘર, અલીબાગ અને થાણેમાં વાવાઝોડાની અસર જોવા મળશે. આજે પાલઘર, થાણે અને રાયગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી આ તમામ વિસ્તારમાં પાણી ભરાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતના નવસારી અને દમણમાં પણ વાવાઝોડાની અસર વર્તાઈ શકે છે. જેથી દરિયાઈ વિસ્તારમાં કોસ્ટગાર્ડને પણ એલર્ટ આપવામાં આવ્યુ છે.

  • મુંબઈમાં નિસર્ગ વાવાઝોડાનું એલર્ટ
  • ૧૨૦ કિલોમીટરની ગતિએ ફુંકાશે પવન
  • પાલઘર, અલીબાગ અને થાણેમાં સૌથી વધારે વાવાઝોડાની અસર
  • મુંબઈમાં ભારે વરસાદની આગાહી, તમામ ઉડાન રદ્દ

પાલઘરમાં પણ નિસર્ગ વાવાઝોડાના પગલે તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યુ

નિર્સગ

તો  આ તરફ પાલઘરમાં પણ નિસર્ગ વાવાઝોડાના પગલે તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યુ છે. અહી એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. વાવાઝોડાના કારણે લોકોને ઘરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાના કારણે પાલઘરમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

  • પાલઘરમાં વાવાઝોડાનું એલર્ટ
  • એનડીઆરએફની ટીમ કરાઈ તૈનાત
  • વાવાઝોડાના કારણે ભારે વરસાદની આગાહી

મરીન ડ્રાઈવ પર વાવાઝોડના કારણે ઊંચા મોજા ઉછળ્યા

મુંબઈના મરીન ડ્રાઈવ પર વાવાઝોડના કારણે ઊંચા મોજા ઉછળ્યા. આ સાથે દરિયા કિનારે ભારે પવન પણ ફુંક્યો. વાવાઝોડાના કારણે દરિયા કિનારાના વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના  આપવામાં આવી છે. તો આ વિસ્તારમાં તંત્રને સજ્જ કરી દેવમાં આવ્યુ છે.

નિસર્ગ
  • મરીન ડ્રાઈવ પર ઊંચા મોજા ઉછળ્યા
  • ભારે પવન સાથે વરસાદની આગાહી

રત્નાગીરીમાં વાવાઝોડાના કારણે વરસાદ

તો આ તરફ મહારાષ્ટ્રના રત્નાગીરીમાં વાવાઝોડાના કારણે વરસાદ પડ્યો. ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો. ત્યારે વાવાઝોડાના કારણે લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી છે.

Read Also

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana

દેશ પાસે માફી માગે મોદી: ચીનની પીછેહટ પર કોંગ્રેસે કર્યો ઘેરાવ, દેશની જનતાને સંબોધી સચ્ચાઈ બતાવે મોદી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!