GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

નિસર્ગ ચક્રવાત ભીષણ વાવાઝોડામાં ફેરવાયું : 2 વાગ્યા બાદ આ દરિયા કિનારે ટકરાશે, 2 રાજ્યોમાં હાઈએલર્ટ

નિસર્ગ વાવાઝોડા

કોરોના વાયરસના સંકટ સામે ઝઝુમી રહેલા મહારાષ્ટ્ર સામે આજે નવો પડકાર ઉભો થયો છે. અરબ સાગરમાંથી ઉઠેલું નિસર્ગ વાવાઝોડું આજે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો સાથે અથડાઈ શકે છે. આ કારણે સમગ્ર શહેર અને ખાસ કરીને સમુદ્રી વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવેલું છે અને મોટી સંખ્યામાં લોકોને તટીય વિસ્તારમાંથી ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે નિસર્ગ વાવાઝોડું મુંબઈ સાથે અથડાશે તે સમયે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.

મુંબઈના અલીબાદ દરિયાકાંઠે ટકરાશે વાવાઝોડું

જ્યારે નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્ર અને ગુજરાત સાથે અથડાશે તે સમયે ભારે પ્રમાણમાં વરસાદ થવાની શક્યતા જાહેર કરવામાં આવેલી છે. હવામાન વિભાગના તાજેતરના વિશ્લેષણ પ્રમાણે મુંબઈમાં બપોરે બે કે ત્રણ વાગ્યે અલીબાગ વિસ્તારમાં નિસર્ગનું લેન્ડફોલ થઈ શકે છે. જોકે ચોથી જૂન સુધીમાં આ વાવાઝોડાની ગતિ ધીમી પડી જશે.

અરબ સાગરમાં ઉઠેલું ડિપ ડિપ્રેશન મંગળવારે ચક્રવાત તોફાનમાં ફેરવાઈ ગયું હતું. નિસર્ગ વાવાઝોડએ ઝડપ પકડી છે. વાવાઝોડું મહારાષ્ટ્રના પાલઘર અને મુંબઈના અલીબાગ દરિયાકાંઠે ટકરાશે. જેને પગલે તંત્રએ પૂરતી તૈયારીઓ કરી લીધી છે. દરિયામાં 3થી 4 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા અલીબાગ દરિયો તોફાની બન્યો છે. એનડીઆરએફની ટિમો સજ્જ છે. માછીમારોને પણ દરિયામાંથી પરત બોલાવી લેવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના પાલઘરમાં વાવાઝોડના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા. ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. જેથી  શહેરના મોટા ભાગના વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા.  ત્યારે શહેરના નિચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાયા હતા. જેથી લોકોની હાલાકીમાં વધારો થયો હતો.

રાતે 2.30 વાગ્યે અલીબાગથી 200 કિમી અને મુંબઈથી 250 કિમી દક્ષિણ અને દક્ષિણ-પશ્વિમમાં હતું. અનુમાન છે કે આ તોફાન બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા વચ્ચે મહારાષ્ટ્રમાં રાયગઢના હરિહરેશ્વર અને દમણ વચ્ચે 110 કિમી/કલાકની ઝડપે અથડાશે. ત્યાંથી થઈને પહેલા ઉત્તરમુંબઈ, પાલઘરથી થઈને દક્ષિણ ગુજરાત તરફ આગળ વધશે. મુંબઈ તો આ સદીના પહેલા મોટા તોફાનના સંકજામાં આવી રહ્યું છે.

શું છે આ નિસર્ગ વાવાઝોડુ?

ભારતીય મહાદ્વીપમાં આવતા દરેક વાવાઝોડા-તોફાનને સમયાંતરે અનેક દેશો દ્વારા અલગ-અલગ નામ આપવામાં આવે છે. આ વખતના વાવાઝોડાને બાંગ્લાદેશે નિસર્ગ નામ આપ્યું છે અને બંગાળીમાં તેનો મતલબ ‘પ્રકૃતિ’ એવો થાય છે. નિસર્ગ એ ભારત સાથે અથડાનારૂં આ વર્ષનું બીજું ચક્રવાતી તોફાન છે. તાજેતરમાં જ અમ્ફાન વાવાઝોડાએ બંગાળ અને ઓડિશામાં ખૂબ જ વિનાશ વેર્યો હતો. આ તોફાન અરબ સાગરમાંથી ઉઠ્યું છે અને ત્યાં વર્ષમાં એક જ વખત તોફાન ઉઠે છે. જોકે છેલ્લા થોડા વર્ષથી તેમાં ફેરફાર આવ્યો છે અને મોટી સંખ્યામાં શક્તિશાળી તોફાનો સર્જાયા છે.

મુંબઈ સાથે ક્યારે અથડાશે?

હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે નિસર્ગ ભારતમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે લેન્ડફોલ કરશે. તે સમયે ભારે પવન, ભારે વરસાદ અને દરિયામાં ઉંચી લહેરો સર્જાશે. બપોરે બે અથવા ત્રણ કલાકે તે અલીબાગ પાસે અથડાશે જેથી તેની આસપાસના વિસ્તારોને ખાલી કરવામાં આવ્યા છે. મુંબઈ સિવાય ગુજરાત, દીવ-દમણ જેવા વિસ્તારોમાં આ વાવાઝોડાની અસર વર્તાશે. ચોથી જૂનના રોજ આ વાવાઝોડું મધ્ય પ્રદેશ તરફ આગળ વધશે પરંતુ તે સમયે તેની ગતિ ધીમી પડી ગઈ હશે.

ક્યાં કેટલી અસર થશે?

ભારતમાં નિસર્ગ વાવાઝોડાની અસર મુખ્યત્વે મહારાષ્ટ્ર, ગુજરાત, દીવ અને દમણ ખાતે જોવા મળશે. આ રાજ્યોના દરિયા સાથે જોડાયેલા ક્ષેત્રોમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઈ છે. આ દરમિયાન મહારાષ્ટ્રના મુંબઈ, પાલઘર, થાણે, રાયગઢમાં ભારે વરસાદની શક્યતા છે. ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી અને સુરતમાં ભારે વરસાદ વરસી શકે છે. ગોવા અને મુંબઈમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.

બંને રાજ્યોમાં કેવી છે તૈયારી

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના વાયરસની અસર સૌથી વધારે છે. આ સંજોગોમાં નિસર્ગનું જોખમ સૌથી વધુ છે ત્યાંથી કોરોનાના દર્દીઓને અન્ય સ્થળે શિફ્ટ કરી દેવાયા છે. બંને રાજ્યોના પ્રભાવિત ક્ષેત્રોમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઈ છે. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે બંને રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી લીધી છે.

મહારાષ્ટ્રમાં NDRFની 16 અને ગુજરાતમાં 13 ટીમ તૈનાત કરાઈ છે અને તે સિવાય અનેક ટીમને એલર્ટ પર રાખવામાં આવી છે. દાદરાનગર હવેલી, દીવ અને દમણ ખાતે પણ NDRFની ટીમ તૈનાત છે અને સાથે જ ભારતીય નેવી, કોસ્ટ ગાર્ડને પણ એલર્ટ પર રખાયા છે.

Read Also

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana

દેશ પાસે માફી માગે મોદી: ચીનની પીછેહટ પર કોંગ્રેસે કર્યો ઘેરાવ, દેશની જનતાને સંબોધી સચ્ચાઈ બતાવે મોદી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!