GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

નિસર્ગ વાવાઝોડું: ગુજરાતના આ 4 જિલ્લામાંથી સૌથી વધુ સ્થળાંતર, અન્ય રાજ્યોમાંથી એર લીફ્ટ કરવામાં આવી NDRFની ટીમો

નિસર્ગ વાવાઝોડું

નિસર્ગ વાવાઝોડાની સંભાવનાને પગલે રાજ્યનું વહીવટી તંત્ર સતર્ક અને સુસજ્જ છે. આજે સવાર સુધીમાં કુલ 50 હજાર લોકોનું સ્થળાંતર કરાયું. દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાંથી સૌથી વધુ સ્થળાંતર કરાયું. અન્ય રાજ્યમાંથી એર લીફ્ટ કરાયેલી એનડીઆરએફની ટીમ ગુજરાત આવી પહોંચી છે. વાવાઝોડાંની સંભવિત અસરને પગલે 5 ટીમ એરલીફ્ટ કરાઈ છે. એરલીફ્ટ થયેલી 5 ટિમ વલસાડ, સુરત અને નવસારીમાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

રાજ્યમાં તમામ માછીમારોને પાછા કાંઠે બોલાવી લેવામાં આવ્યા

વલસાડ 4 – નવસારી 2 – સુરત 3 ખાતે ndrf ટીમ તૈનાત કરાઈ છે. પશુઓનું પણ સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં એનડીઆરએફની ૧૫ ટીમો, એસડીઆરએફ ની ૬ ટીમો તહેનાત કરવામાં આવી છે. રાજ્યમાં તમામ માછીમારોને પાછા કાંઠે બોલાવી લેવામાં આવ્યા છે.

વિશાળકાય હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા

તો સુરત, વલસાડ અને અન્ય શહેરોમાં ૨૩૬ જેટલા વિશાળકાય હોર્ડિંગ્સ સલામતીના કારણોસર ઉતારી લેવામાં આવ્યા છે. ૧૨૦થી વધુ હાઈ માસ્ટ લાઈટને નીચે ઉતારી લેવામાં આવી છે.વધુમાં જણાવ્યું કે૨૫૦થી વધુ એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે અને ૧૭૦ જેટલી મેડિકલ ઈમરજન્સી ટીમો આ વિસ્તારોમાં તૈનાત રાખવામાં આવી છે.

24 કલાકમાં 31 તાલુકામાં વરસાદ વરસ્યો

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 31 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ વરસાદ જુનાગઢના માળિયા અને કેશોદમાં 60 મિમી અને 57 મિમી વરસાદ વરસ્યો. તો હિંમતનગર – વંથલી – ગીર ગઢડા અને વાંસદામાં 1-1 મિમી વરસાદ થયો.

Read Also

Related posts

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

કોરોનાનું હોટસ્પોટ બદલાઈ ગયું : સંક્રમણમાં અમદાવાદથી સુરત નીકળી ગયું આગળ

Nilesh Jethva

ઓ બાપ રે, મૂળીના ફોજદારને એક યુવતીએ ફોન પર ધમકાવી નાખ્યા, પ્રતિક્ષા પટેલ આપ્યું નામ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!