Nissan Kicks પર નવા વર્ષે 80 હજાર રૂપિયા સુધીની છૂટ મળી રહી છે. કંપની તરફ આ કાર પર કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ડિસ્કાઉન્ટ અને લોયલ્ટી બેનિફિટ આપવામાં આવી રહ્યું છે. જો તમે નવા વર્ષ પર કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો Nissan Kicks તમારા માટે વધુ સારો વિકલ્પ હોઈ શકે છે. કારણ કે આ સમયે મારુતિ અને ટાટા જેવા ઘણા કાર ઉત્પાદકોએ તેમના વાહનોની કિંમતમાં વધારો કર્યો છે. જો તમે આ ઓફરનો લાભ લેવા માંગતા હોય તો જલ્દી કરો. કારણ કે આ ઓફર ફક્ત 31 જાન્યુઆરી સુધી લાગુ છે.

Nissan Kicks પર છૂટ
Nissan Kicks પર 10 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સાથે જ Nissan તરફથી આ કાર પર 50 હજાર રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર મળી રહી છે. ત્યારે કંપની તરફથી Nissan Kicks પર 20 હજાર રૂપિયાનું લોયલ્ટી બેનિફિટ પણ તમને મળશે. એવામાં આ કાર પર તમને કુલ 80 હજાર રૂપિયા સુધીની છૂટ મળી શકે છે.

Nissan Kicksના ફીચર્સ આના બેસ વેરિએન્ટમાં 6 તરફ એડજેસ્ટ થતી ડ્રાઈવર સીટ, LED DRL, પાવર વિંડો, ઈન્ટિગ્રેટેડ ટર્ન ઈન્ડિકેટર્સ સાથે પાવર અજસ્ટેબલ વિંગ મિરર્સ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, રિયલ એસી વેંટ્સ અને ચ સ્પીકર્સ સાથે ઓડિયો સિસ્ટમ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. SUVના ટોપ વેરિએન્ટ XV Pre-Option માં 360 ડિગ્રી કેમેરા, એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે સાથે 8 ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ટેલિમેટ્રિક્સ સ્માર્ટ વોચ, સ્ટીયરિંગ માઉન્ટેડ કંટ્રોલ્સ, રૂફ માટે ઓપ્શનલ કંટ્રાસ્ટ ફિનિશ, LED હેડલેમ્પ્સ, લેધર ફિનિશ અપહોલ્સ્ટ્રી, ક્રૂઝ કંટ્રોલ, પુશ બટન સ્ટાર્ટ, ઓટોમેટિક હેડલેમ્પ્સ અને વાઈપર્સ જેવા ફીચર્સ સામેલ છે.
READ ALSO
- 1લી માર્ચથી રાજ્યમાં 60 વર્ષથી ઉપરના લોકોને અપાશે કોરોના વેક્સિન, અહીં અપાશે વિના મૂલ્યે
- સિક્રેટ પરમાણુ પ્લાન્ટ સેટેલાઈટ તસવીરે ખોલી ઇઝરાયલની પોલ! વિશ્વભરમાં મચ્યો હડકંપ
- રસીકરણ મહાઅભિયાનનો બીજો તબક્કો: કોને લાગશે રસી, કેટલા આપવા પડશે રૂપિયા, આ રહી સમગ્ર વિગતો, જે તમારા કામમાં લાગશે
- કામની વાત/ LPG સિલિન્ડરની કિંમતથી લઇને ATM ટ્રાન્જેક્શનના નિયમો સુધી, 1 માર્ચથી થઇ રહ્યાં છે આ 5 મોટા બદલાવ
- મહિલા જજને હેપ્પી બર્થ ડે કહેવું વકીલને ભારે પડ્યું: 20 દિવસથી જેલમાં છે બંધ, પરિવારના લોકો જામીન માટે કરી રહ્યા છે આંટાફેરા