GSTV
Home » News » સુરતની આ મહિલાએ મેળવ્યો વિશ્વની સૌથી સુંદર દાદીનો એવોર્ડ

સુરતની આ મહિલાએ મેળવ્યો વિશ્વની સૌથી સુંદર દાદીનો એવોર્ડ

સુરતની 52 વર્ષીય મહિલા નીરુ રસ્તોગીને વિશ્વની સૌથી સુદર ગ્રાન્ડમાં એટલે કે, વિશ્વની સૌથી સુંદર દાદીનો એવોર્ડ મળ્યો છે. નીરુ રસ્તોગીએ એ સાબિત કરી બતાવ્યું છે કે મહિલાઓ માટે ખૂબસૂરતીની કોઈ ઉમર હોતી નથી. 21 જાન્યુઆરીએ યુરોપના બલ્ગેરિયામાં આવેલ સોફિયા શહેરમાં યુનિવર્સ કાઉનિંગ સ્પર્ધા યોજાઈ હતી. જેમા એકથી એક ખૂબસૂરત દાદીઓએ ભાગ લીધો હતો. પરંતુ બધાને પાછળ મુકીને તેમણે બાજી મારી લીધી.

નીરુ રસ્તોગી માટે આ ઉપલબ્ધિ સરળ નહોતી. કારણકે તેમની પાંચ સર્જરી થઈ હતી અને એક વર્ષ માટે ડોક્ટરે તેમને કોઈપણ કામ કરવાની ના પાડી હતી. તેમને સુગર અને થાઈરોઈડની બીમારી છે. તેમ છતા પણ તેમણે તેમનું વજન મેઈનટેઈન રાખ્યું હતું. મહત્વનું છે કે અગાઉ તેઓ માર્ચ 2018માં યોજાયેલી ગેલેક્સી ક્વીન ગુજરાતની 2018ની સ્પર્ધામાં ફર્સ્ટ રનર-અપ થયા હતા. અને ત્યાર બાદ તેમણે આંતર રાષ્ટ્રીય કક્ષાની સફર શરૂ કરી જેમા તેમણે સફળતા મેળવી.

READ ALSO

Related posts

કંગના બની શિવભક્ત, તમિલનાડૂના રામેશ્વરમ મંદિરમાં ભક્તિમાં લીન થઈ અભિનેત્રી

Pravin Makwana

India vs New Zealand: પ્રથમ ટેસ્ટમાં હાર માટે કોહલી જવાબદાર, આ દિગ્ગજ ખેલાડીએ લગાવ્યા ગંભીર આરોપ

Pravin Makwana

US દુતાવાસે મેલેનિયા ટ્રમ્પની દિલ્હીની સરકારી સ્કૂલોની મુલાકાતને લઈને આપ્યું મહત્વનું નિવેદન, કેજરીવાલ સાથે અમને…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!