GSTV

રમત-ગમત પર નિર્મલા સીતારમણે ચલાવી કાતર, ઓલિમ્પિકના વર્ષમાં ઓછુ કરી દીધુ બજેટ

nirmala-sitharaman

Last Updated on February 1, 2021 by Ankita Trada

સામાન્ય બજેટ 2021માં રમતના ક્વોટામાં કપાત થયો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આગામી નાણાકિય વર્ષ માટે રમત-ગમત બજેટમાં 2596.14 કરોડ રૂપિયા આપ્યા છે. આ પહેલા નાણામંત્રીએ વર્ષ 2020-21 ના બજેટમાં રમતને 2826.92 કરોડ રૂપિયા આપ્યા હતા. જોકે, ત્યારબાદ કોરોના મહામારીના કારણે રમતોનું આયોજન ન થવાના કારણે આ રકમને ઘટાડી 1800.15 કરોડ રૂપિયા કરી દેવામાં આવી હતી. એવામાં વર્ષ 2020ના મૂળ બજેટની સરખામણીમાં રમત-ગમત બજેટમાં 230.78 કરોડ રૂપિયાનો કપાત કરવામાં આવ્યો છે. જો સંશોધિત બજેટની સરખામણી કરવામાં આવે તો આ વખતે 795.99 કરોડ રૂપિયા વધારે મળ્યા છે. જણાવવામાં આવે છે કે, કોરોના વાયરસના કારણે રાજસ્વ પર અસર પડી છે. આ કારણે રમતની બજેટ પર અસર પડી છે.

રમતનો ખર્ચ રમત મંત્રાલય જ ઉઠાવે છે

છેલ્લા વર્ષે કોરોનાના કારણે ટોક્યો એલિંપિક રમત પણ આગળ વધારી દેવામાં આવી હતી. તો બધી ઘરેલુ પ્રતિયોગિતાઓ રદ કરી દેવામાં આવી હતી. ભારતીય ખેલાડીઓનો વિદેશમાં અભ્યાસ પણ થઈ શક્યો નથી. કોઈપણ ભારતીય ખેલાડીના વિદેશમાં અભ્યાસ કરનાર અથવા રમતનો ખર્ચ રમત મંત્રાલય જ ઉઠાવે છે. બજેટમાં કપાત વિશે રમત મંત્રાલયના એક અધિકારીએ કહ્યુ કે, શરૂઆતમાં છેલ્લા વર્ષના બજેટમાં રમતને 2826.92 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. ત્યારબાદમાં ઘટાડીને 1800.15 કરોડ કરી દેવામાં આવ્યા કારણ કે, કોરોના મહામારીને કારણે રમતોનું આયોજન જ થઈ શક્યુ નહી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાની દિશામાં પણ કોઈ કામ થઈ શક્યુ નથી.

ખેલો ઈંડિયાના બજેટ

વર્તમાન બજેટમાં ખેલો ઈંડિયામાં સૌથી વધારે કપાત થયો. છેલ્લા બજેટમાં તે માટે 890.42 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ વખતે આ રકમ 657.71 કરોડ રૂપિયા જ છે. જોકે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈંડિયાના બજેટમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા સમયે તેને 500 કરોડ રૂપિયા જ મળ્યા હતા. આ વખતે આ રમતોને 660.41 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. ભારતમાં ખેલાડીઓને સુવિધા ઉપલબ્ધ કરાવવા, ઈંફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા, નેશનલ કેમ્પ આયોજિત કરવા અને સાજોસામાન ઉપલબ્ધ કરવાની જવાબદારી સાંઈ પર હોય છે.

ખેલાડીઓના ઈંસેંટિવમાં પણ ઘટાડો

નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશંસને આ વખેત 35 કરોડ રૂપિયાના વધારાની સાથે 280 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. ખેલાડીઓને ઈંસેંટિવ આપવાની વાત કરીએ તો તેમાં ખામી કરવામાં આવી છે. છેલ્લી વખત તે માટે 70 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જ્યારે આ વખતે માત્ર 53 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. નેશનલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ફંડમાં કપાત કરી દેવામાં આવ્યો છે. તેમાં આ વખતે પણ 25 કરોડ રૂપિયા જ આપવામાં આવ્યા છે. તો વર્ષ 2010 કોમનવેલ્થ ગેમ્સ-આઈ સ્ટેડિયાના રિનોવેશન બજેટ પર પણ કાતર ચાલી છે. છેલ્લી વખત આ કામ માટે 75 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, પરંતુ આ વખતે 30 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

Health / સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે Green Tea, આનું સેવન કરવાનો સૌથી ઉત્તમ સમય અને શ્રેષ્ઠ રીત જાણો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!