બજેટ 2021માં નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રોવિડન્ટ ફંડમાં ટેકસની ઘોષણા કરી હતી. જે બાદ તેને લઈને કેટલાક પ્રકારના પ્રશ્નો ઉઠ્યા હતા. નાણામંત્રીએ કહ્યુ કે, સરકાર આ નિર્ણયને લઈને રિવ્યૂ તૈયાર છે. સાથે તેણે એ પણ કહ્યુ કે, EPF અને NPSમે મર્જ કરવાની કોઈ પણ યોજના નથી.
EPF Taxને લઈને નિર્મલા સીતારમણે કહ્યુ કે, અમે આ નિર્ણય એટલા માટે લીધો છે કે, 15000 કમાણી કરનાર EPFમાં યોગદાન દેવામાં ખચકાચ અનુભવે નહિ. 2.5 લાખની લિમિટ પર ચર્ચા માટે સરકાર પુરી રીતે તૈયાર છે. પરંતુ આ નિર્ણય પ્રિંસિપલથી જોડાયેલો છે. તેના દ્વારા આના માધ્યમથી, તે ફાળો આપનારાઓ પર ટેક્સ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેઓ આ ભંડોળમાં સરેરાશ ભારતીય આવક કરતા વધારે ફાળો આપી રહ્યા છે. બજેટની ઘોષણા પછી હવે પ્રોવિડન્ટ ફંડમાં અ 2.5 લાખથી વધુનું રોકાણ વધારાની રકમ પરના વ્યાજ આવકવેરાને આધિન રહેશે. 2.5 લાખ સુધીના વ્યાજ પર કોઈ ટેક્સ લાગશે નહીં.

ત્રણ સ્તરો પર ટેક્સમાં મળે છે છૂટ
બજેટની ઘોષણા મુજબ કર્મચારી ભવિષ્ય નિધિ (ઇપીએફ) અને સ્વૈચ્છિક ભવિષ્ય નિધિ (વીપીએફ) નો સમાવેશ 2.5 લાખની મર્યાદામાં કરવામાં આવ્યો છે. જાહેર ભવિષ્ય નિધિ એટલે કે પીપીએફને આથી અલગ રાખવામાં આવે છે અને નાણાકીય વર્ષમાં 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે. કર્મચારી ભવિષ્ય નિધિ EEE (exempt, exempt, exempt) વર્ગ હેઠળ આવે છે. ટેક્સ છૂટનાં ત્રણ સ્તર છે. એક રોકાણ કરીને 80 સી હેઠળ કપાત મેળવે છે. વ્યાજની આવક પણ કરમુક્ત છે અને પરિપક્વતા પણ સંપૂર્ણ રીતે કરમુક્ત છે.
GSTના દાયરામાં પેટ્રોલ અને ડીઝલ લાવવાની વિચારણા કરવામાં આવશે
તેલના આસમાન ભાવો પર નિર્મલા સીતારામણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આ મામલે એક સાથે વિચાર કરવો જોઇએ અને સમસ્યાનું સમાધાન કરવું જોઈએ. પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા અંગે તેમણે કહ્યું કે આ પણ એક વિકલ્પ હશે, જે પછી આખા દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો એક જેવી રહેશે. જીએસટી કાઉન્સિલ દ્વારા આ બાબતે વિચારણા કરવામાં આવશે, પરંતુ હજી પણ આ મામલો કેન્દ્ર અને રાજ્ય બંને સાથે જોડાયેલ છે.
READ ALSO
- ફફડાટ/ મહારાષ્ટ્ર વિધાનસભામાંથી 36 લોકો કોરોના પોઝિટીવ મળતાં હડકંપ, 1 માર્ચથી શરૂ થયું છે બજેટસત્ર
- મોટો સર્વે: ભારતમાં 37 ટકા મહિલાઓને પુરૂષોની સરખામણીએ મળે છે ઓછો પગાર, 10માંથી 7 મહિલાઓ કરે છે બાળકોની સારસંભાળ
- Women’s Day: 24 વર્ષ પહેલાં કરાઈ હતી 33 ટકા અનામતની માગ આજે મહિલાઓને 50 ટકા મળે, સંસદમાં મહિલા દિને હોબાળો
- 53 વર્ષ જૂની આ સરકાર સ્કીમમાં લગાવો 1 લાખ રૂપિયા, આવી રીતે મળશે 27 લાખ રૂપિયા
- કામનું / આ સ્કીમમાં કોઈપણ પૈસા ખર્ચ કર્યા વિના વર્ષે મેળવી શકો છો 42,000 રૂપિયાની આવક, કમાણી કરવાની છે આ રીતો…