GSTV

લાલ ખાતાવહી લઈ બીજી વખત બજેટ રજૂ કરવા સંસદ પહોંચ્યા નિર્મલા સીતારમણ, કાઉન્ટ ડાઉન શરૂ

દેશની અર્થવ્યસ્થા ગંભીર સંકટો સામે ઝઝૂમી રહી છે તેવા સંજોગોમાં નાણામંત્રી નિર્મલા સિતારામન બજેટ 2020 રજૂ કરવાના છે. રોજગારમાં ઘટાડો, નબળું રોકાણ અને જીડીપી ગ્રોથ 5 ટકાથી નીચે ઉતરી જવાને કારણે તેમની સામે છેલ્લાં એક દાયકાનાં સૌથી મુશ્કેલ વર્ષમાં બજેટ રજૂ કરવાનો પડકાર છે. વર્તમાન સમયે રોકાણ 17 વર્ષનાં તળિયે અને જીડીપી ગ્રોથ 11 વર્ષની લઘુતમ સપાટીએ છે. હવે તે જોવું રસપ્રદ રહેશે કે આખરે કઈ રીતે નાણાંમંત્રી લાલ બેગમાંથી અર્થવ્યસ્થા માટે ગ્રીન સિગ્નલ નીકળે છે. વાંચો, નિર્મલા સિતારામન સામે કયા કયા પડકારો છે.

માગમાં વધારો

એક તરફ વધેલ ફુગાવાનો દર અને બીજી તરફ નબળી માંગ. આ બે વચ્ચે સંતુલન બનાવવું સરકાર માટે એક પડકારજનક કામ બની શકે છે. સામાન્ય રીતે માંગમાં વધારા માટે રિઝર્વ બેન્ક તરફથી દરોમાં કાપ મુકવામાં આવે છે. પરંતુ ગ્રાહક મોંઘવારી દર અગાઉથી જ 7.4 ટકાના સ્તરે હોવાને કારણે રિઝર્વ બેન્ક માટે આ કરવું મુશ્કેલ સાબિત થઇ શકે છે.

  • ઈન્દિરા ગાંધી પછી નિર્મલા સીતારમણ એવા પહેલાં નાણાં મંત્રી છે જે સતત બીજી વખત બજેટ રજૂ કરશે
  • 1970માં ઈન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે તેમની પાસે નાણા મંત્રાલય પણ હતું
  • રૂ. 10 લાખથી 20 લાખ સુધીની આવક પર ટેક્સ 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવે
  • 80સી અંતર્ગત ડિડક્શન રૂ. 1.5 લાખથી વધારીને રૂ. 2.5 લાખ કરવામાં આવે

રોકાણ કઈ રીતે આવશે ?

સરકારી આંકડાઓ અનુસાર જ છેલ્લાં 17 વર્ષ દરમિયાન નાણાંકીય વર્ષ 2020માં રોકાણના ગ્રોથનું અનુમાન ફક્ત 1 ટકાનું જ છે. અત્યારસુધી સરકાર સંકટગ્રસ્ત સમયમાં રોકાણના દરવાજાઓ ખોલીને અર્થવ્યસ્થાને વેગ આપી રહી છે. હવે તે જોવાનું રહેશે કે રોકાણ વધારવા માટે સરકાર કેવા અને કયા પગલાંઓ ભરે છે.

કોર્પોરેટ ટેક્સમાં વધારો

સરકાર પાસે કોર્પોરેટ ટેક્સમાં વધારો કરવો એક વિકલ્પ હશે પરંતુ તેમ કરવાથી કારોબારી માહોલ પર પ્રતિકૂળ અસર પડવાની સંભાવના છે. આ સંજોગોમાં સરકારે આ વિકલ્પ પર કામ કરવા અંગે વિચારવું પડશે. અત્રે નોંધનીય છે કે ગત બજેટમાં પણ કોર્પોરેટ ટેક્સમાં વધારાની જાહેરાત બાદ સરકારે તેને પરત ખેંચ્યો હતો.

આવકવેરા દરમાં ઘટાડો

પર્સનલ ટેક્સમાં ઘટાડાની આશા દરવર્ષે મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગના લોકો રાખે છે. મિડલ ક્લાસને લલચાવવા માટે સરકાર આ વખતે આવકવેરામાં ઘટાડો કરી શકે છે. જોકે આ કરવાથી રાજકોષીય ખાદ્યમાં વધારો થવાનું સંકટ છે.

READ ALSO

Related posts

કામના સમાચાર/ ખીસ્સામાં ડેબિટ કાર્ડ નહીં હોય તો પણ કરી શકશો પેમેન્ટ, આ બેંક લાવી રહી છે નવી સુવિધા

Pravin Makwana

ITR ભરનારા લોકો માટે મહત્વની ખબર/ ઈન્કમ ટેક્સ વિભાગે જણાવી મહત્વની વાત, શા માટે અગત્યની છે 30 તારીખ

Pravin Makwana

અમદાવાદની હોસ્પિટલમાં અન્ય રાજ્યના દર્દીઓને સારવાર આપતા અમદાવાદીઓ માટે બેડ અને વેન્ટિલેટર ખૂટયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!