GSTV

ટાંડા રેપ કેસ: રાહુલ ગાંધીના મૌન પર નિર્મલા સીતારામને ઉઠાવ્યા સવાલ, કહ્યું: અમે ન્યાય અપાવી ને જ રહીશું

ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલ ગેંગરેપની ઘટનાને લઈને કોંગ્રેસના પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધીએ આકરું વલણ અપનાવ્યું હતું. રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ હાથરસ જઈને પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરી હતી. હવે બિહારમાં રહેતી એક દલિત યુવતી સાથે પંજાબમાં દુષ્કર્મની ઘટના બની છે. તેને લઈને ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો છે.

રાહુલ ગાંધી પર નાણામંત્રીના પ્રહાર

નાણામંત્રી નિર્મલા સીતારામને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું છે કે ટ્વીટ ફ્રેન્ડલી નેતા રાહુલ ગાંધીએ આ ઘટના પર એક શબ્દ નથી બોલ્યા. તેમને રાહુલ ગાંધીને ઘેરતા કહ્યું કોઈ ટ્વીટ નહિ કોઈ નારાજગી નહિ અને કોઈ પિકનિક નહિ. તેમણે આગળ કહ્યું કે કોંગ્રેસે જવાબ આપવા સામે આવવું જોઈએ.

નિર્મલા સીતારામન

તેજસ્વી યાદવ પર કટાક્ષ

નાણામંત્રીએ બિહારમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરી ચૂંટણી લડી રહેલા રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા તેજસ્વી યાદવ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે તેજસ્વીને સવાલ કર્યો હતો કે તમે એ પરિવાર માટે જવાબદાર નથી જે બિહારથી પંજાબ ગયો હતો. કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે ભાજપ એ તમામ લોકો સાથે ઉભી છે જે પંજાબમાં આ પરિવારને ન્યાય અપાવવા માંગે છે.

અમે ન્યાય અપાવીને રહીશું: નાણામંત્રી

તેમને વધુમાં જણાવ્યું કે વિજય સાંપલા ત્યાં ગયા હતા. ભાજપ એ સુનિશ્ચિત કરશે કે સમયપર ન્યાય મળે. આના પહેલા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પણ રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ પર પ્રહાર કર્યો હતો. જાવડેકરે રાહુલ ગાંધીના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા અને સાથે આરોપો લગાવ્યો છે કે જે લોકો હાથરસની ઘટનાને લઈને વાત કરી રહ્યા છે તે ટાંડાની ઘટના પર સંપૂર્ણપણે ચૂપ છે. તેમને તેજસ્વી યાદવ પર પણ નિશાન સાધ્યું હતું.

પંજાબમાં 6 વર્ષની દલિત કિશોરી સાથે દુષ્કર્મ

જાવડેકરે કહ્યું કે તેજસ્વી પણ આ ઘટનાને લઈને મૌન છે અને કોંગ્રેસ સાથે ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે મૂળ બિહારની રહેવાસી દલિત યુવતી સાથે પંજાબના હોશિયારપુર જિલ્લાના ટાંડા માં બળાત્કારની ઘટના સામે આવી હતી. ટાંડામાં 6 વર્ષની બાળકી સાથે દૂષ્કર્મ ગુજાર્યા બાદ તેની સળગાવીને હત્યા કરવાની ઘટના પણ સામે આવી હતી. પોલીસે સમગ્ર મામલે કેસ દાખલ કરીને પૂછપરછ શરૂ કરી દીધી છે. પોલીસે આ મામલે બે લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

શોલેના વીરુની જેમ પોતાની ‘બસંતી’ માટે 80 ફૂટ ઉંચા ટાવર પર ચડી ગયો પતિ, પત્નીને પિયર જતી રોકવા આખુ ગામ લીધુ માથે

Bansari

જમ્મુ-કાશ્મીરમાં બરફના તોફાનમાં ફસાઈ પ્રવાસીઓની કાર, બીઆરઓની ટીમે મોતના મુખમાંથી કાઢ્યા બહાર

Nilesh Jethva

કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતના આક્રમક વલણથી સરકાર બેકફૂટ પર, એક બાદ એક મંત્રી આપી રહ્યા છે સફાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!