GSTV
Home » News » ચૂંટણીના પ્રચાર કાર્યક્રમમાંથી સમય કાઢી શશિ થરૂરના ખબર-અંતર પુછવા પહોંચ્યા નિર્મલા સીતારમ

ચૂંટણીના પ્રચાર કાર્યક્રમમાંથી સમય કાઢી શશિ થરૂરના ખબર-અંતર પુછવા પહોંચ્યા નિર્મલા સીતારમ

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમને હોસ્પિટલમાં દાખલ શશિ થરૂર સાથે મુલાકાત કરી ખબર-અંતર પૂછ્યા. જે અંગેની માહિતી ખુદ થરૂરે ટ્વિટ કરીને આપી. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે, સીતારમનના વ્યવ્હારથી હું અભિભૂત થયો. કેરળમાં ચૂંટણીના પ્રચાર કાર્યક્રમમાંથી સમય કાઢી હોસ્પિટલમાં નિર્મલા સીતારમન મારી મુલાકાતે આવ્યા. ભારતની રાજનીતિમાં જે શિષ્ટાચારના દુર્લભ ગુણ છે.

મહત્વનું છે કે, શશિ થરૂર એક મંદિરમાં પૂજા કરતી વખતે નીચે પટકાયા હતા. જેથી તેમને તિરૂવનંતપુરમની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે શશિ થરૂરના માથામાં છ ટાંકા આવ્યા છે.

મહત્વપૂર્ણ છે કે,  થરૂર તિરૂવનંતપુરમથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ આ બેઠક પરથી બે વખત સાંસદ તરીકે ચૂંટાઈ પણ આવ્યા છે. તિરૂવનંતપુરમ બેઠક પરથી તેમનો મુકાબલો ભાજપના નેતા અને મિઝોરમના પૂર્વ રાજ્યપાલ કુમ્માનેમ રાજશેખરન અને સીપીઆઈના નેતા સી. દિવાકરન સાથે છે.

Read Also

Related posts

માછીમાર સમાજના આગેવાનોએ સરકાર સામે રણનીતિ ઘડવાની તૈયારીઓ કરી

Nilesh Jethva

દરરોજ એક બોક્સ સિગરેટ પીતો હતો આ શખ્સ, ફેફસા જોઈને ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા..

pratik shah

કાર ચાલકે કાબુ ગુમાવતા કપડા ધોતી ત્રણ મહિલાને મારી ટક્કર. કાર તળાવમાં ખાબકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!