GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

દેશને રોવડાવનારી મંદી અને ડુંગળી નિર્મલા સીતારમણને ન નડી, વિશ્વની શક્તિશાળી મહિલાઓમાં મળ્યું સ્થાન

ફોર્બ્સે દુનિયાની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમણને પણ સ્થાન મળ્યું છે. પહેલીવાર નાણા મંત્રીનું નામ આ યાદીમાં સામેલ થયું છે. ફોર્બ્સ તરફથી જારી કરવામાં આવેલી  લિસ્ટમાં તેમને 34મું સ્થાન મળ્યું છે.

તેમણે બ્રિટનની મહારાણી ક્વીન એલીઝાબેથને પછાડીને આ સ્થાન હાંસેલ કર્યુ છે. તેવામાં એવું ચોક્કસ કહી શકાય કે દેશના નાણા મંત્રીને વિશ્વની શક્તિશાળી મહિલાઓની યાદીમાં સ્થાન મેળવવામાં મંદી કે સતત રડાવતી ડુંગળીના ભાવ જરાંય નડ્યાં નથી.

જર્મન ચાંસેલર એન્જેલા માર્કેલ પ્રથમ સ્થાને

સતત નવમી વાર પ્રથમ સ્થાને જર્મનીની ચાંસેલર એન્જેલા માર્કેલ છે. દુનિયાની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની 2019ની ફોર્બ્સની યાદીમાં જર્મન ચાંસેલર એન્જેલા મર્કેલ પ્રથમ સ્થાને છે. બીજા સ્થાને યુરોપિયન સેન્ટ્રલ બેન્કના પ્રેસિડેન્ટ ક્રિસ્ટીન લેગાર્દ અને ત્રીજા સ્થાને અમેરિકન સંસદમાં નીચલા સદન હાઉસ ઑફ રિપ્રેઝેન્ટિવ્સની અધ્યક્ષ નેન્સી પેલોસી. આ યાદીમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના 29ના સ્થાને છે.

નિર્મલા સીતારમણ 34મા સ્થાને

ફોર્બ્સનું કહેવું છે કે 2019માં દુનિયાભરમાં મહિલાઓ કરતાં સક્રિયતાથી આગળ વધીને સરકાર, ઉદ્યોગો, મીડિયા અને પરમાર્થ કાર્યોમાં નેતૃત્વકારી ભૂમિકા સંભાળી. સીતારમણ ફોર્બ્સની યાદીમાં પહેલીવાર સામેલ થઇ છે અને તેઓ 34મા સ્થાને છે. ભારતની પ્રથમ નાણા મંત્રી સીતારમણ પહેલાં રક્ષા મંત્રી પણ રહી ચુક્યા છે. સીતારમણ પ્રથમ મહિલા મંત્રી છે જે વતંત્ર રૂપે નાણા મંત્રાલયનો કાર્યભાર સંભાળી રહ્યાં છે. અગાઉ નાણા મંત્રાલયનો કાર્યભાર તત્કાલીન વડાપ્રધાન ઇંદીરા ગાંધી પાસે રહી ચુક્યો છે.

આ ભારતીય મહિલાને પણ મળ્યું સ્થાન

નિર્મલા સીતારમણ ઉપરાંત ભારતની દવા કંપની બાયોકોનની એમડી અને સીઇઓ કિરણ મજૂમદાર શૉને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે. પહેલીવાર 23 મહિલાઓને દુનિયાની સૌથી શક્તિશાળી મહિલાની યાદીમાં સામેલ કરવામાં આવી છે. સાથે જ આઇએમએફના મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટાલિના જૉર્જિવા, પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ અને પૉપ સિંગર અને ગીતકાર રિહાના પણ આ યાદીમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે.

હું લસણ કાંદા નથી ખાતી એટલે મને ભાવ વધારાથી કોઇ ફરક પડતો નથી

તાજેતરમાં જ ડુંગળીના વધતા ભાવને લઇને કેન્દ્રનાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્રારા આપવામાં આવેલો ઉડાઉ જવાબ દેશભરમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં એક સવાલના જવાબમાં ભાંગરો વાટ્યો હતો કે હું કાંદા લસણ ખાતી નથી એટલે મારા પરિવારને કાંદાના ભાવ વધારાથી કશો ફરક પડતો નથી.

વિપક્ષને લાગ્યો એકદમ આંચકો

છેલ્લા થોડા દિવસથી લોકસભામાં અને રાજ્યસભામાં કાંદાના વધી રહેલા ભાવનો મુદ્દો સતત ચર્ચાઇ રહ્યો છે. એક સાંસદના સવાલના જવાબમાં નિર્મલાએ આવો જવાબ આપ્યો હતો. ભાજપના મોવડી મંડળને પણ આ જવાબથી આંચકો લાગ્યો હશે. ગરીબોની કસ્તૂરી ગણાતા કાંદા હાલ 100 રૂપિયે કિલો વેચાય છે.

મીડિયામાં થઈ ખૂબ ટીકા

નિર્મલાના આ જવાબની મિડિયામાં કડક ટીકા થઇ હતી. નિર્મલાએ ભારપૂર્વક કહ્યું હતું કે મારા પરિવારમાં કાંદા લસણ ખવાતાં નથી એટલે અમને ભાવવધારાથી કોઇ ફરક પડ્યો નથી. જો કે તેમણે એવો દાવો પણ કર્યો હતો કે કાંદાના ભાવ ઘટાડવા અમારી સરકારે ઘણાં પગલાં લીધાં હતાં. ઘણાં એટલે કયાં અને કેવાં પગલાં સરકારે લીધાં હતાં એ વિશે નિર્મલાએ કોઇ ખુલાસો કર્યો નહોતો.

હું પણ સમૂહોનો ભાગ રહી છું

નિર્મલા સીતારમણે ડુંગળીની વધતી કિંમતો પર જવાબ આપ્યો હતો કે, ડુંગળીની કિંમતો પર ધ્યાન રાખનારા મંત્રીઓના સમુહનો હું પણ ભાગ રહી છું. જ્યારે પણ ડુંગળીના ભાવમાં વધારો થઈ જાય છે ત્યારે સરકાર ખેડૂતોને પર્યાપ્ત મદદ કરવા માટે તત્પર રહેતી હોય છે.

Read Also

Related posts

સરકાર 15 ઓગસ્ટે વન નેશન વન હેલ્થ કાર્ડની ઘોષણા કરશે, આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે

Dilip Patel

એક વખત કોરોના વેક્સિન લેશો તો બે વર્ષ સુધી રહેશે તેની અસર : ફરી નહીં થાય કોરોના, આ દેશનો છે દાવો

Mansi Patel

સુરતમાં ખાડી પૂરના કારણે પુણા પોલીસ મથક પાણીમાં ગરકાવ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!