GSTV
Gujarat Government Advertisement

ઈન્કમટેક્સની નવી વેબસાઈટ પહેલા દિવસે જ થઈ ક્રેસ, નાણામંત્રી નિર્મલાસિતારમન Infosys પર ભડક્યા

nirmala-sitharaman

Last Updated on June 8, 2021 by Harshad Patel

ઈન્કમટેક્સની નવી વેબસાઈટમાં લોન્ચ કર્યાના કેટલાક કલાકો બાદ જ મુશ્કેલી આવવા લાગી હતી. જેને લઈને યુઝર્સ ફરિયાદ કરી રહ્યા હતા. હવે એને લઈને ખુદ નાણામંત્રી નિર્મલાસિતારમન પણ એક્ટિવ થઈ ગયા છે. તેમણે આને લઈને ટ્વિ્ટ કરી છે.

નાણામંત્રીની ટાઈમલાઈન ઉપર યુઝર્સે કરી ફરિયાદ

નાણામંત્રીએ એક ટ્વિટર યુઝર્સની ફરિયાદ પર કહ્યું કે નવું ઈન્કમટેક્સ પોર્ટલ કાલે 20.45 કલાક પર લોન્ચ થયું છે. એને એક્સેસ કરવામાં લોકોને મુશ્કેલી આવી રહી છે. તેમની ટાઈમલાઈન ઉપર પણ આને લઈને ઘણાં ટ્વિ્ટ આવી રહ્યા છે.

નવા ઈન્કમટેક્સ પોર્ટલને infosys દ્વારા બનાવાઈ

જે પછી તેમણે ટેકનોલોજી કંપની infosys અને તેના કોફાઉન્ડર nandan nilekani ને ટેગ કરતાં કહ્યું કે, ટેક્સ પેયર્સને સર્વિસની ક્વોલિટીમાં કોઈ કમી નહીં રહેવા દઈએ. તમને જણાવી દઈએ કે નવા ઈન્કમટેક્સ પોર્ટલને infosys દ્વારા બનાવાઈ છે. નવું પોર્ટલ ગત સોમવારે લોન્ચ કરાયું હતું. તેને લઈને કેટલાય લોકો ફરિયાદ કરી રહ્યા છે. કે સાઈટ ઓપન જ નથી કરી શકાતી. નાણામંત્રી અનુસાર તેમને ઘણાં લોકોની ફરિયાદ સોશ્યલ મીડિયાના માધ્યમથી મળી હતી.

નવી વેબસાઈટમાં આવી સુવિધાઓનો કરાયો છે વધારો

Infosys Gstn નું આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મેનેજ કરી રહ્યું છે. નવી સાઈટ બાબતે કહેવાયું છે કે એમાં તમામ પ્રકારના ઈંટરેક્શન અને અપલોડ યા હટાવવાની કાર્યવાહી એકલ ડેશબોર્ડ પર પ્રદર્શિત કરવામાં આવશે. જેનાથી ટેક્સપેયર્સ સારી વસ્તુને ટ્રેક કરી શકશે. નવા પોર્ટલ અંતર્ગત ટેક્સ પેયર્સ ઈન્કમટેક્સ ફોર્મ ભરવા, ટેક્સ પ્રોફેશનલ્સને જોડવા, ફેસલેસ સ્ક્રૂટની અથવા અપીલમાં નોટિસના જવાબ સબમિટ કરવા વગેરેનો લાભ લઈ શકે છે. જો કે હાલમાં આ નવા પોર્ટલને પણ એક્સેસ કરવામાં લોકોને મુશ્કેલી આવી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જ્ઞાનનું દાન/ એક હજાર વિદ્યાર્થીને સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયાર કરશે અમદાવાદના ડીસીપી રાજેશ ગઢિયા, 14 યુવાનોને PSI બનાવ્યા

Harshad Patel

ફફડાટ/ ત્રીજી લહેર આવી તો ક્રોનિક ડીસીઝવાળા બાળકોની હાલત થશે વધુ ગંભીર, તબીબો પણ મૂકાયા ચિંતામાં

Pritesh Mehta

વાઇરલ વિડિઓ / લૉનમાં સૂતો હતો કૂતરો, ચિત્તાએ પકડીને કાર્ય આવા હાલ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!