GSTV
Home » News » થોડો સુસ્ત પડ્યો છે વિકાસદર, તેને મંદી ન કહી શકાય : સીતારમણનો વિપક્ષને જવાબ

થોડો સુસ્ત પડ્યો છે વિકાસદર, તેને મંદી ન કહી શકાય : સીતારમણનો વિપક્ષને જવાબ

દેશનો આર્થિક વિકાસ દર સાડા છ વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો છે, અર્થવ્યવસ્થા સાથે સંલગ્ન તમામ આંકડાઓની સ્થિતિ ખરાબ છે અને બેરોજગારીના આંકડા વધી રહ્યા છે.

તે બધાની વચ્ચે નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે બુધવારે રાજ્યસભામાં કહ્યું કે, દેશના આર્થિક વિકાસ દરમાં ભલે ઘટાડો આવ્યો છે, પણ તે મંદી નથી.

રાજ્યસભામાં અર્થવ્યવસ્થા પર ચર્ચાનો જવાબ આપતા નિર્મલા સીતારમણે સ્પષ્ટ કહ્યું કે, અર્થવ્યવસ્થામાં થોડી સુસ્તી છે, પરંતુ મંદી ક્યારેય નથી રહી.

જો તમે અર્થવ્યવસ્થાને વિવેકપૂર્ણ રીતે જોઈ રહ્યા છો તો તમે જોઈ શકો છો કે વિકાસ દરમાં ઘટાડો ચોક્કસ આવ્યો છે, પરંતુ હજુ સુધી મંદીનો માહોલ નથી અને મંદી ક્યારેય નહીં આવે. જો કે વિપક્ષે આ દરમિયાન રાજયસભામાં વોકઆઉટ કર્યું હતુ.

READ ALSO

Related posts

કોરોના વાયરસ કેસમાં ભારતને મળી મોટી સફળતા, દર્દીઓની હાલતમાં આવવા લાગ્યો સુધાર

Mayur

ત્રણ કલાકના ઉતરામાં 100 કરોડનો ધૂમાડો, સમય આવ્યે ગધેડાને પણ બાપ કહેવો પડે

Mayur

અમદાવાદ એરપોર્ટ પર 24મીએ 10થી વધુ વીવીઆઇપી એરક્રાફ્ટનો જમાવડો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!