GSTV

Budget 2021: નાણામંત્રી નિર્મલા સીતારમણની તૈયારી શરૂ, બજેટના આ મુદ્દાઓ પર નિષ્ણાંતો સાથે કરી ચર્ચા

Last Updated on December 21, 2020 by Ankita Trada

કેન્દ્રીય નાણાકિય મંત્રી નિર્મલા સીતારમણ 2021-22 ને લઈને ઈંફ્રાસ્ટ્રક્ચર, એનર્જી અને જળવાયુ પરિવર્તન ક્ષેત્રના મુખ્ય વિશેષજ્ઞોની સાથે બજેટ પૂર્વ સલાહ-સૂચન કર્યા. જણાવી દઈએ કે, નાણામંત્રી સીતારમણે 14 ડિસેમ્બર 2020થી અલગ-અલગ સેક્ટર સાથે જોડાયેલ વિશેષજ્ઞોની સાથે બજેટ પૂર્વ ચર્ચા કરી રહી છે. નાણા મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખતા આ વખતે બધા બજેટ પૂર્વ બેઠક વર્ચુઅલ થઈ રહી છે.

અનુરાગ ઠાકુર સહિત ઘણા વરિષ્ઠ અધિકારી રહ્યા હાજર

બજેટ પૂર્વ ચર્ચા માટે બોલાવવામાં આવેલી બેઠકમાં નાણા મંત્રી સીતારમણ સિવાય નાણાકિય અને કોર્પોરેટ કેસના રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર, નાણ સચિવ ડૉ. એબી પાંડે, મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યન અને વરિષ્ઠ અધિકારી હાજર હતા. નાણા મંત્રાલયે ટ્વીટ કરી જણાવ્યુ કે, નાણા મંત્રી સીતારમણે આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય બજેટ 2021-22 ના સંબંધમાં બુનિયાદી ઢાંચો, ઉર્જા અને જળવાયુ પરિવર્તનમાં મુખ્ય વિશેષજ્ઞોની સાથે 11મોં પૂર્વ વિચાર-વિમર્ચ કર્યો.

ઈંફ્રાસ્ટ્રક્ચર પર સરકારી ખર્ચને વધારવામાં આવશે

નાણા મંત્રીએ હાલમાં કહ્યુ હતુ કે, આગામી બજેટમાં ઈફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચને બનાવી રાખવા પર ભાર આપવામાં આવશે. અર્થવ્યવસ્થા પર તેની ઘણી વધારે ગણી અસર જોવા મળે છએ. સાથે જ કહેવામાં આવ્યુ કે, તેનાથી અર્થવ્યવસ્થામાં ટકાઉ રિકવરી જોવા મળશે. જણાવી દઈએ કે, નાણાકિય વર્ષ 2021-22 નું બજેટ 1 ફેબ્રુઆરી 2021ના સંસદમાં હાજર કરવાની આશા કરવામાં આવી રહી છે. આ વર્ષે કોરોના સંકટના કારણે દેશી અર્થવ્યવસ્થા ખૂબ પ્રભાવિત થઈ છે. એવામાં બજેટનું મહત્વ વધી ગયુ છે. સરકારે સામાન્ય લોકોને પણ બજેટ 2021 માટે સલાહ માગી હતી. બજેટ 2021-22ની ચર્ચાઓમાં લોકોની વધારેમાં વધારે ભાગીદારી સુનિશ્વિત કરવા માટે સરકારે MyGov પ્લેટફોર્મ પર સુવિધા આપી હતી.

આર્થિક વૃદ્ધિની ગતિ બનાવી રાખવા પર રહેશે ભાર

નાણામંત્રીએ 14 ડિસેમ્બરથી વિવિધ હિતધારકોની સાથે બજેટ પૂર્વ ચર્ચા શરૂ કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, બજેટ 2021 આર્થિક વૃદ્ધિની ગતિને બનાવી રાખવા પર કેન્દ્રિત રહેશે. તે માટે ઈંફ્રાસ્ટ્રક્ચર પર સાર્વજનિક ખર્ચ જાહેર રાખવાની સાથે જ આર્થિક ગતિવિધિયોની રફ્તાર વધારવા પર ભાર આપવામાં આવશે. તેમણે એ પણ કહ્યું કે, કોવિડ- 19 મહામારીના કારણે વિનિવેશ પર અસર પડે છે, પરંતુ તેમની ગતિ આગામી મહીનાઓમાં તેજ થશે.

READ ALSO

Related posts

વાયરલ વીડિયો / સ્ત્રી પર આવ્યું મોર્ડર્ન ભૂત! તાંત્રિકને જે પણ કહ્યું તે સાંભળીને તમે પણ થઇ જશો લોટપોટ

Vishvesh Dave

C-295 ડીલ આત્મનિર્ભર ભારત અભિયાનને આપશે પ્રોત્સાહન, આ ભારતીય કંપની કરશે દેશમાં જ 56 એવરો ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું નિર્માણ

Pritesh Mehta

એક બેટા ઐસા ભી / માતા નજીક રહે એટલા માટે મંદિરમાં સ્થાપિત કરી મૂર્તિ, પોતે લખી આરતી: હવે ‘ગીતા કી ક્લાસ’ની તૈયારી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!