સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામણના નથુલા પ્રવાસ આજે સમાચારોની હેડલાઇન્સમાં છે. ચાઇનામાં ચીની સૈનિકો સાથેની સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામણની શુભેચ્છાને લોકો ખૂબ પસંદ કરી છે.
સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે નાથુલા મુલાકાત સમયે ચીની સૈનિકોને કરેલા નમસ્તેનો ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. ચીનમા નિર્મલા સીતારમણનનો નમસ્કારનો વીડિયો ખૂબ શેર થઈ રહ્યો છે.
ડોકલામને લઈને ભારત-ચીન વચ્ચે ટકરાવ યથાવત છે. ત્યારે નિર્મલા સીતારમણની નમસ્કારની પ્રતિક્રિયા પર ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં ઉલ્લેખ છે. જેમાં દક્ષિણ એશિયા મામલાના જાણકાર કીએન ફેંગનો ઉલ્લેખ કરી લખવામાં આવ્યુ છે કે, સદભાવના પૂર્ણ વર્તને દ્વિપક્ષીય સંબંધો સુધરવા અને બંને દેશના સંબંધો ફરી પાટા પર લાવવા માટે સારો સંદેશ આપ્યો છે.
અખબારે અન્ય એક લેખમાં લખ્યુ છે કે ચીની સૈનિકોની સાથે ભારતીય સંરક્ષણ પ્રધાનના આ મિત્રતાપૂર્ણ વલણથી અગાઉ કરવામાં આવી રહેલી ઉગ્ર વ્યવહારની આશંકાઓને ઘટાડી. તો ચીની લોકોઓ સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમનના નમસ્કારને આવકારી રહ્યા છે અને વખાણી રહ્યા છે.