મોદીના નવા પ્રધાન મંડળના વિસ્તરણ બાદ નિર્મલા સિતારમનને પ્રમોશન આપીને દેશના નવા સંરક્ષણ પ્રધાન બનાવાયા છે. અત્યાર સુધી નિર્મલા સિતારમન પાસે વાણિજ્ય મંત્રાલય હતું. જે સુરેશ પ્રભુને સોંપાય તેવી શક્યતા છે.
મનોહર પાર્રિકરને ગોવાના મુખ્યપ્રધાન બન્યા બાદ તેમણે રક્ષા પ્રધાન પદેથી રાજીનામુ આપ્યું હતું. અને ત્યારથી દેશને પૂર્ણ સમયના સંરક્ષણ પ્રધાન મળ્યા ન હતા. અને રક્ષા મંત્રાલયનો વધારાનો હવાલો અરુણ જેટલીનો સોંપાયો છે. ત્યારે હવે નિર્મલા સિતારમનને મોદીના પ્રધાન મંડળમાં સંરક્ષણ પ્રધાન બનાવીને પ્રમોશન મળ્યું છે.
સુરેશ પ્રભુના સ્થાને પિયૂષ ગોયલને રેલવે મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. મુખ્તાર અબ્બાસ નક્વીને લઘુમતી કલ્યાણ પ્રધાનની જવાબદારી સોંપવામાં આવી છે. સ્મૃતિ ઈરાનીની પાસે ટેક્સટાઈલ તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની જ જવાબદારી રહેશે.
નીતિન ગડકરીને ગંગા અને જળ સંસાધન મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. ઉમા ભારતની પીવાના પાણી અને સેનિટેશન મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યકક્ષાના પ્રધાન હરદીપસિંહ પુરીને હાઉસિંગ અને શહેરી વિકાસના મામલાનો સ્વતંત્ર પ્રભાર સોંપવામાં આવ્યો છે. અલ્ફોન્સને રાજ્ય કક્ષાના પર્યટન પ્રધાન બનાવવામાં આવ્યા છે.