GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

મોદી સરકારની બમ્પર જાહેરાત- કેમ્પ લગાવીને 200 જિલ્લામાં લોન અપાશે, સાંસદો બનશે સાક્ષી

કેન્દ્રિય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે જણાંવ્યું કે 31-માર્ચ 2020 સુધી સંકટનો સામનો કરી રહેલા દરેક MSMEને એનપીએ જાહેર કરવામાં નહિં આપે. તેમણે બેન્કો સાથે રોકડની સ્થિતીની સમીક્ષા કરી હતી.

NBFCની સ્થિતીમાં સુધારો

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે જણાંવ્યું કે અમુક ગૈર-બેન્કિંગ વિત્ત કંપનીઓની ઓળખ કરી લેવામાં આવી છે.જેને બેન્ક લોન આપી શકે છે. બેન્ક લેન્ડિંગ માટે નવા ગ્રાહકોને જોડવામાં આવશે. વિત્ત મંત્રી સીતારમણનું કહેવું છે કે NBFCની સ્થિતીમાં સુધારો થઇ રહ્યો છે.

200 જિલ્લામાં લાગશે કેમ્પ

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે જણાંવ્યું કે બેન્ક લોન આપવાનાં હેતૂસર આગામી 3થી 7 ઓક્ટોબર વચ્ચે 200 જિલ્લામાં એનબીએફસી અને છુટક વેપારીઓ માટે કેમ્પ લગાવાશે. જેમાં સરકારે આ અભિયાનને બેન્ક લોન મેળાનું નામ આપ્યું છે. નાણાં રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે જણાંવ્યુ કે 11 ઓક્ટોબર બાદ પણ લોન મેળાનું આયોજન કરાશે.

સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે જે જિલ્લામાં બેન્ક લોન મેળાનું આયોજન કરવામાં આવશે, ત્યાંનાં સાંસદ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ અભિયાનમાં હાજર રહેશે. આ સિવાય બેન્કોનાં વિલીનકરણ મુદ્દે સીતારમણે જણાંવ્યું કે નિયમ પ્રમાણે કામ ઝડપથી ચાલી રહ્યું છે અને બેન્ક રિફોર્મ્સનાં સારા પરિણામો આવશે.

મહત્વનું છે કે મંદીનાં ભણકારા વચ્ચે મોદી સરકાર તરફથી સતત મોટી જાહેરાતો કરીને અર્થતંત્રમાં પ્રાણ પુરવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખુદ નાણા મંત્રી નિર્મલા સીતારમણે ડામાડોળ અર્થતંત્ર માટે અનેક નવી નવી જાહેરાતો કરી છે.

READ ALSO

Related posts

બાહુબલી અતીક અહમદના ભાઈની કરી પોલીસે ધરપકડ, 1 લાખ રૂપિયાનું હતું ઈનામ

Mansi Patel

કોરોનાકાળઃ દેશમાં સંક્રમિતોની સંખ્યા 6.28 લાખને પાર, 3.80 લાખ દર્દી થયા સ્વસ્થ

Mansi Patel

વિકાસ દૂબેની માતાનું નિવેદન: પોલીસ જો પકડી પાડે તો, જાનથી મારી નાખજો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!