GSTV

આ વર્ષે RBIએ ત્રણ વખત વ્યાજ દરોમાં કર્યો ઘટાડો, નાણાંમંત્રી રેપો રેટમાં વધુ ઘટાડો કરે તેવી શક્યતાઓ

Last Updated on July 30, 2019 by

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ) દ્વારા આગામી નાણાકીય નીતિની સમીક્ષા દરમિયાન મુખ્ય વ્યાજ દર(રેપો રેટ)માં સંભવિત ઘટાડાના સંકેત આપ્યા હતાં. આરબીઆઇની દ્વિમાસિક નાણાકીય નીતિની સમીક્ષા ઓગસ્ટમાં થવાની છે.

 એક અગ્રણી અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં સીતારમણે જણાવ્યું હતું કે હું સંપૂર્ણ પ્રમાણિકતાથી કહું છું કે મારી ઇચ્છા છે કે વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવે. જો વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવશે તો તે નિશ્ચિતપણે દેશ માટે સારૂં રહેશે. આરબીઆઇ જ્યારે રેપો રેટમાં ઘટાડો કરે છે ત્યારે બેંકો પાસે આશા રાખવામાં આવે છે કે તે તેનો ફાયદો ગ્રાહકોને પહોંચાડે.

જેથી કરીને ગ્રાહકોને હોમ લોન, ઓટો લોન અને અન્ય લોન સસ્તામાં મળી શકે. નાણા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે મને વિશ્વાસ છે કે આરબીઆઇએ ખૂબ જ ઉદાર વલણ  અપનાવ્યું છે અને રેપો રેટમાં 0.75 ટકાનો ઘટાડો કર્યો છે. આગળ પણ આરબીઆઇ વ્યાજ દર ઘટાડશે તેની અમને સંપૂર્ણ આશા છે.

 ઉલ્લેખનીય છે કે આરબીઆઇએ ચાલુ વર્ષે રેપો રેટમાં કુલ ત્રણ વખતમાં 0.75 ટકાનો ઘટાડો કર્યો છે. આરબીઆઇ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યા પછી સૌ પ્રથમ એસબીઆઇ વ્યાજ દરોમાં ઘટાડો કરે છે. ત્યારબાદ અન્ય બેંકો પણ ઘટાડો કરે છે.

જો કે નાણા પ્રધાનના આ નિવેદન અંગે નિષ્ણાતોએ મિશ્ર પ્રતિક્રિયા આપી છે. કારણકે તેમનું માનવું છે કે આરબીઆઇને હવે રેટ કટનો ફાયદો લોકોને થાય છે કે નહીં તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.

Read Also

Related posts

રેલ્વે / 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યું છે રેલ્વેનું સમયપત્રક, જાણો ક્યા સમયે ઉપડશે તમારી ટ્રેન..?

Zainul Ansari

ફરી ઉભરાયો તાલિબાન પ્રત્યે પાકિસ્તાનનો પ્રેમ, કહ્યું – જો અમેરિકા માન્યતા નહીં આપે તો …

Vishvesh Dave

ખુશખબરી / એલપીજી સિલીન્ડર બુકિંગ પર મેળવો 2700 રૂપિયા સુધીનું કેશબેક અને બીજા ઘણા લાભ…

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!