GSTV

દેવામાં ડૂબેલી ઈમામીએ પોતાનો સિમેન્ટ બિઝનેસ નિરમાને વેચ્યો

ઇમામી ગ્રૂપે આજે જાહેરાત કરતા જણાવ્યું છે કે, તેણે નિરમા ગ્રૂપની નુવોકો વિસ્ટાસ કોર્પોરેશન લિમિટેડ જે નિરમા ગ્રૂપનો જ એક ભાગ છે, તેને ઇમામી સિમેન્ટ લિમિટેડ બિઝનેસમાં રહેલો પોતાનો સંપૂર્ણ 100 ટકા હિસ્સો વેચવા માટે બંધનકર્તા કરાર કર્યા છે. ઇમામી સિમેન્ટ બિઝનેશની વેલ્યૂ રૂ. 5500 કરોડ જેટલી આંકવામાં આવી છે.

અહીં ઉલ્લેખનીય છે કે, ઇમામી ગ્રૂપ ઋણમૂક્ત થવા માટે તેના વિવિધ બિઝનેસ કે એસેટ્સ વેચીને દેવાની પરત ચૂકવણી કરવા પ્રયત્નશીલ છે. તેના અનુસંઘને જ ઇમામી ગ્રૂપે તેના સિમેન્ટ બિઝનેસનો સંપૂર્ણ હિસ્સો વેચવા માટે નિરમા ગ્રૂપ સાથે ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. ઇમામી બિઝનેસ એક ઇન્ટિગ્રેટેડ સિમેન્ટ પ્લાન્ટનુ સંચાલન કરે છે અને ત્રણ ગ્રાન્ડિંગ યુનિટની સાથે કુલ વાર્ષિક 83 લાખ ટન સિમેન્ટ ગ્રાન્ડિંગ કેપેસિટી ધરાવે છે.

ઇમામી ગ્રૂપના ડિરેક્ટર મનિષ ગોયેન્કાએ જણાવ્યું કે, આ ડીલ ટ્રાન્ઝેક્શન એ ગ્રૂપને ઋણમૂક્ત બનાવવા માટેનું મહત્વપૂર્ણ પગલું છે, અને તેને અમે પ્રાપ્ત કરી લઇશું, અમે દ્રઢતાપૂર્વક માનીએ છીએ કે, નુવોકોમાં અમે યોગ્યતા દેખાઇ છે, જે તમામ હિતધારકોની સાથે ભવિષ્યમાં બિઝનેસને આગળ ધપાવવામાં સક્ષમ બનશે. ઇમામી ગ્રૂપના ડિરેક્ટર આદિત્ય અગ્રવાલે કહ્યું કે, ઇમામી સિમેન્ટે પોતાના ઉચ્ચત્તમ સંચાલન અને ઉંચી ગુણવત્તાવાળી પ્રોડક્ટની માટે બજારમાં એક અત્યંત મજબૂત બ્રાન્ડ ઇક્વિટી સ્થાપિત કરી છે, જેનાથી ગ્રૂપને સારી વેલ્યૂએશન પ્રાપ્ત થઈ છે. અમે મજબૂત વિશ્વાસ રાખીએ છીએ કે, નુવોકો અને નિરમા ગ્રૂપ ભવિષ્યમાં તેના બિઝનેસમાં મજબૂત વૃદ્ધિ જાળવી રાખશે.

આ સિમેન્ટ બિઝનેસની ડીલ માટે સંબંધિત નિયામકીય મંજૂરીઓ લેવી પડશે અને આગામી 3થી 4 મહિનામાં આ ડીલ પૂર્ણ થવાની અપેક્ષા છે. આ ડીલ એવા સમયે થઇ રહી છે, જ્યારે ઇમામી ગ્રૂપ ઋણ મૂક્ત થવા માટે પ્રયત્ન કરી રહી છે. નોંધનીય છે કે, ગત વર્ષે ઇમામી ગ્રૂપના પ્રમોટર્સે તેની ફ્લેગશિપ FMCG કંપની ઇમામી લિમિટેડનો 20 ટકા હિસ્સો વેચ્યો હતો. જેમાં પ્રમોટર્સે ફેબ્રુઆરીમાં 10 ટકા હિસ્સો રૂ. 1600 કરોડ અને ત્યારબાદ જૂનમાં 10 ટકા હિસ્સો રૂ. 1230 કરોડમાં વેચીને પોતાનું દેવું ઘટાડ્યું હતું.

READ ALSO

Related posts

અમદાવાદ/ વીજચોરી કરનારા તત્વો સામે તંત્રની લાલ આંખ, રિલીફ રોડ પર અધિકારી અને પોલીસની મેગા ડ્રાઈવ

Pravin Makwana

ભરૂચ/ પાંજરે પુરેલો દિપડો વિફર્યો, દરવાજો ખુલી જતાં ધમાલ મચાવી

Pravin Makwana

કોઈ પણ ટ્રેનિંગ કે રોકાણ વિના કરો બંપર કમાણી : આ 5 વ્યવસાયોમાં ગુજરાતીઓ માટે છે ઉજ્જવળ તક, અનુભવની પણ નથી જરૂર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!