કેન્દ્ર સરકારના નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક દ્વારા વર્ષ 2022માં માટે દેશની ટોપ યુનિવર્સિટી અને કોલેજનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

- ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ
- ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલોર
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, બોમ્બ - ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, દિલ્હી
- ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, કાનપુર
- ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ખડગપુર
- ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, રૃરકી
- ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ગૌહાતી
- ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, દિલ્હી
- જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, દિલ્હી
દેશની 100 ટોપ એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટમાં ગુજરાતની સંસ્થા કેટલી?
કેન્દ્ર સરકારના નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક દ્વારા વર્ષ 2022 માટે દેશની સર્વોત્તમ 100 શૈક્ષણિક સંસ્થાઓનું લિસ્ટ રિલિઝ થયું છે. દેશની ટોચની 100 શૈક્ષણિક સંસ્થાઓમાં ગુજરાતની કેટલીક સંસ્થાઓનો પણ સમાવેશ થયો છે.
- ગાંધીનગર ખાતે આવેલી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી 37મા નંબરે છે
- ગુજરાત યુનિવર્સિટી 73મા ક્રમે છે.
ઓવરઓલ લિસ્ટ ઉપરાંત યુનિવર્સિટી, કોલેજ, રિસર્સ ઈન્સ્ટિટ્યૂટ, એન્જીનિયરિંગ, મેનેજમેન્ટ, ફાર્મસી, મેડિકલ, ડેન્ટલ, લો અને આર્કિટેક્ચર એમ વિવિધ 10 ભાગ પાડેલા છે. એ ભાગોમાં પણ ગુજરાતની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ થયો છે.
Gujarat University emerges in the Top 100 University of India under the NIRF 2022 rankings pic.twitter.com/IAseFXJZiy
— Gujarat Information (@InfoGujarat) July 15, 2022
- યુનિવર્સિટી રેન્કિંગમાં ગુજરાત યુનિવર્સિટી 58મા ક્રમે છે.
- કોલેજ રેન્કિંગમાં એકમાત્ર અમદાવાદની સેન્ટ ઝેવિઅર્સ 52મા ક્રમે છે.
- રિસર્ચ રેન્કિંગમાં એકમાત્ર ગાંધીનગરની ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી 34મા નંબરે છે.
- એન્જીનિયરિંગમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર 23મા ક્રમે અને સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સુરત 58મા નંબરે છે.
- મેનેજમેન્ટના લિસ્ટમાં ગુજરાતની 6 સંસ્થાઓ છે.
- ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ 1લા ક્રમે
- માઈકા, અમદાવાદ, 42મા નંબરે
- નિરમા યુનિવર્સિટી, અમદાવાદ 45મા ક્રમે
- આણંદમાં આવેલી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ રૃરલ મેનેજમેન્ટ 58મા નંબરે
- પંડીત દિનદયાલ એનર્જી યુનિવર્સિટી, ગાંધીનગર, 89મા નંબરે
- ગુજરાત યુનિવર્સિટી 99મા નંબરે

- ફાર્મસીના લિસ્ટમાં પણ ગુજરાતની કેટલીક સંસ્થાઓ છે.
- અમદાવાદમાં આવેલી National Institute of Pharmaceutical Education and Research 10મા નંબરે છે.
- વડોદરાની સયાજીરાવ યુનિવર્સિટી 16મા ક્રમે છે.
- નિરમા યુનિવર્સિટી 28મા નંબરે છે.
- એલ.એમ. કોલેજ ઓફ ફાર્મસી, અમદાવાદ 52મા ક્રમે.
- વડોદરાની પારુલ યુનિવર્સિટી 86મા ક્રમે.
- તરસાડીમાં આવેલી માલિબા ફાર્મસી કોલેજ 94મા નંબરે છે.
- મેડિકલ કોલેજના લિસ્ટમાં ગુજરાતની બે સંસ્થાઓ છે
- Gujarat Cancer & Research Institute, અમદાવાદ 37મા નંબરે છે.
- અમદાવાદની B. J. Medical College 50મા નંબરે છે.
- ડેન્ટલ કોલેજના લિસ્ટમાં પણ ગુજરાતની બે સંસ્થા છે.
- ગાંધીનગરની Karnavati University 31મા નંબરે
- અમદાવાદની Government Dental College 36મા નંબરે છે.
- લો કોલેજના લિસ્ટમાં એક જ સંસ્થા છે, ગાંધીનગર ખાતે આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી. આ યુનિવર્સિટી 8મા ક્રમે છે.
- આર્કિટેક્ચર કોલેજમાં પણ એકમાત્ર 21મું સ્થાન નિરમા યુનિવર્સિટીને મળ્યું છે.
ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓનો પાર નથી, પરંતુ દેશ જેને સર્વોત્તમ ગણી શકે કે સારુ શિક્ષણ આપી શકે એવી સંસ્થાઓની ભારે કમી છે. આ લિસ્ટ વળી કેન્દ્ર સરકાર તૈયાર કરે છે એટલે તેને કોઈ ખોટું ગણી શકે એમ નથી. આ લિસ્ટ કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જાહેર કર્યું હતું.
READ ALSO
- મહારાષ્ટ્રના ગોંદિયામાં પેસેન્જર ટ્રેનની માલગાડી સાથે ટક્કર થતાં થયો રેલ અકસ્માત, 50થી વધારે યાત્રી થયાં ઘાયલ
- રાજકોટમાં આજથી મોજ- મસ્તીના મૂકામ જેવો પાંચ દિવસીય લોકમેળો, 15 લાખથી વધુ લોકો ઉમટી પડવાનો અંદાજ
- ખાદ્ય ચીજો પર GST જેવી બાબતો પરથી લોકોનું ધ્યાન ભટકાવવા બોયકોટની ગેમ રમવામાં આવી રહી છેઃ અનુરાગ કશ્યપ
- બ્રિટનના નવા વડાપ્રધાન ક્યારે ચૂંટાશે? મતદાનના આટલા રાઉન્ડ બાદ નામ ફાઈનલ થાય છે, આ રહી પ્રક્રિયા
- આમિર ખાને લાલ સિંહ ચઢ્ઢાની અસફળતાના કારણે લીધો આ મોટો નિર્ણય, ફિલ્મે 5 દિવસમાં માત્ર 48 કરોડની કરી કમાણી