GSTV
Home » News » દિશા બાદ નિર્ભયાને મળશે ન્યાય? રાષ્ટ્રપતિને મોકલવામાં આવી દયા અરજીની ફાઈલ

દિશા બાદ નિર્ભયાને મળશે ન્યાય? રાષ્ટ્રપતિને મોકલવામાં આવી દયા અરજીની ફાઈલ

પોક્સો એક્ટ મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મોટું નિવેદન આપ્યું છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે પોક્સો એક્ટમાં દયાની અરજીનો કાયદો રદ થવો જોઈએ. આરોપીઓ દયાને લાયક નથી. રાજસ્થાનના સિરોહીમાં એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિએ કહ્યું કે મહિલા સુરક્ષા એક ગંભીર મામલો છે. પોક્સો અધિનિયમ હેઠળ દુષ્કર્મના દોષિઓની દયા અરજી દાખલ કરવાનો અધિકાર ન હોવો જોઈએ. સંસદે દયા અરજીઓની સમીક્ષા કરવી જોઈએ. મહત્વનું છે કે રાષ્ટ્રપતિનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે એક બાજુ હૈદરાબાદમાં ડોક્ટર યુવતી સાથે દુષ્કર્મના ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર થયું અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નિર્ભયા દુષ્કર્મના આરોપીઓની દયાની અરજી રાષ્ટ્રપતિ સમક્ષ મોકલી હતી. અને આવી દયાની અરજીઓ ફગાવવા ભલામણ કરાઈ હતી.

રાષ્ટ્રપતિનું મોટું નિવેદન

  • મહિલા સુરક્ષા એક ગંભીર મામલો છે
  • પોGસો એGટમાં દયાની અરજીનો કાયદો રદ થવો જાઈએ
  • પોકસો અધિનિયમ હેઠળ દુષ્કર્મના દોષિઓની દયા અરજી દાખલ કરવાનો અધિકાર ન હોવો જોઈએ
  • સંસદે દયા અરજીઓની સમીક્ષા કરવી જોઈએ
  • પોકસો એક્ટમાં આરોપીઓ દયાને લાયક નથી

2012માં થયેલા નિર્ભયા કાંડમાં સાતેક વર્ષ બાદ ન્યાય મળ્યો નથી. ડિસેમ્બર, ૨૦૧૨માં બનેલી ઘટના બાદ દેશભરમાં રોષ ફાટી નિકળ્યો હતો. જોકે, નિર્ભયાનો પરિવાર હજી પણ ન્યાયની માગ કરી રહ્યો છે. હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ કેસમાં પોલીસે આઠ જ દિવસમાં ફેંસલો કરી દીધો છે. હૈદરાબાદ પોલીસ સાથે થયેલી અથડામણમાં ચારેય આરોપીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. હૈદરાબાદમાં 28 નવેમ્બરે વેટનરી ડોકટર સાથે રેપ પછી તેને જીવતી સળગાવી દેવામાં આવી ત્યારે સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો. ત્યારે 6 ડિસેમ્બરે તેલંગાણા પોલીસે આરોપીઓને એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધા છે

નિર્ભયા કાંડમાં ક્યારે શું થયું?


૧. ડિસેમ્બરઃ ૨૦૧૨
૬ વ્યક્તિએ મળીને નિર્ભયા પર સામુહિક દુષ્કર્મ આચર્યુ.

૨. ડિસેમ્બરઃ ૨૦૧૨
પોલીસે તમામ આરોપીને પકડી લીધા, જેમા એક સગીર હતો.

૩. ડિસેમ્બરઃ ૨૦૧૨
નિર્ભયાને સારવાર માટે સિંગાપોર લઈ જવાઈ પરંતુ તે બચી ન શકી.

૪. જાન્યુઆરીઃ ૨૦૧૩
ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસની સુનાવણી શરૂ થઈ.

૫. ફેબ્રુઆરી ૨૦૧૩ : ભારત સરકારે મહિલા અત્યાચારના કાયદા કડક બનાવ્યા. ૧૬ વર્ષથી વધુ વયના સગિરને પણ પુખ્ત ગણીને તેના પર કેસ ચલાવાશે. કાયદામાં થયેલા સુધારાને રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીએ મંજૂર કર્યા.

૬. માર્ચઃ ૨૦૧૩
પાંચ આરોપી પૈકી રામસિંહે તિહાર જેલમાં આત્મહત્યા કરી.

૭. ઓગસ્ટઃ ૨૦૧૩
જુવેનાઈલ જસ્ટીસ બોર્ડે સગીર આરોપીને ગુનેગાર ગણી ત્રણ વર્ષની સજા ફટકારી.

૮. સપ્ટેમ્બરઃ ૨૦૧૩
બાકીના ચાર આરોપીઓને ફાંસીની સજા જાહેર થઈ.

૯. માર્ચઃ ૨૦૧૪
કેસ દિલ્હી હાઈકોર્ટમાં પહાંચ્યો. દિલ્હી હાઈકોર્ટે પણ ફાંસીની સજા યથાવત રાખી.

૧૦. માર્ચઃ ૨૦૧૪
આરોપીઓને પુરતી તક ન મળી હોવાની દલીલના આધારે સુપ્રીમે ફાંસી પર સ્ટે મુક્યો.

૧૧. ડિસેમ્બરઃ ૨૦૧૫
સગીર આરોપીની સજા પુરી થતા એ મુક્ત થયો.

૧૨. એપ્રિલઃ ૨૦૧૬
દોઢેક વર્ષ પછી સુપ્રીમમાં સુનાવણી આરંભાઈ.

૧૩. મેઃ ૨૦૧૭
સુપ્રીમે ચારેય આરોપીની ફાંસી યથાવત રાખી.

૧૪. જુલાઈએઃ ૨૦૧૮
સુપ્રીમે ફાંસી સામે થયેલી રિવ્યુ પિટિશન ફગાવી દીધી.

૧૫. ઓક્ટોબર ૨૦૧૯
ચારમાંથી એક આરોપીએ દિલ્હી સરકાર મારફતે રાષ્ટ્રપતિને દયાની અરજી કરી.

૬. ડિસેમ્બરઃ ૨૦૧૯
દિલ્હી સરકારે અરજી ના મંજુર કરવા ભલામણ કરી. હવે આ અરજી ગૃહ મંત્રાલય પાસે છે. જ્યાંથી છેવટે રાષ્ટ્રપતિ પાસે પહોચી છે. જેને રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે.

Related posts

ટ્રમ્પના રોડ શો દરમિયાન રૂટ પર જશો એટલે તુરંત જ તમારો મોબાઈલ બંધ થઈ જશે

Mayur

શાહીનબાગમાં બીજા દિવસે પણ વાટાઘાટોનું કોઈ પરિણામ નહીં

pratik shah

‘પેપરમાં 100ની નોટ મુકી દો પાસ થઈ જશો’ કહેનારા આચાર્યનો વીડિયો વિદ્યાર્થીએ યોગી આદિત્યનાથને ફોરવર્ડ કરી દીધો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!