GSTV
Gujarat Government Advertisement

નિર્ભયાની માતાનો આંખમાં આંસુ સાથે ચિત્કાર, ન્યાય માટે અમને પ્યાદા બનાવાયા

Last Updated on January 17, 2020 by

નિર્ભયાના દોષિતોને ફાંસી ક્યારે મળશે તે સવાલનો હજુ જવાબ નથી મળ્યો. નિર્ભયાની માતાની ધીરજ હવે જવાબ આપી ચૂકી છે. દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીની માતા તરીકે સહન કરેલી વેદના બાદ આશા દેવીનો આજનો ચીત્કાર અને આક્રોશ આંખોમા આંસુ લાવી દેનારો છે. ચોધાર આંસુએ રડતા નિર્ભયાના માતાએ લાચારી અને આક્રોશ સાથે દરેક રાજકીય પક્ષો પર ફીટકાર વરસાવી છે. આશા દેવીને હવે એ હદે ભરોસો ઉઠી ચૂક્યો છે કે તેમણે ત્યાં સુધી કહી દીધુ કે પોતાના ફાયદા માટે દોષિતોની ફાંસી રોકવામાં આવી રહી છે. અમને વચ્ચે પ્યાદા બનાવાઇ રહ્યા છે. આ બંને વચ્ચે અમે પીસાઇ રહ્યા છે.

તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ તેમણે કરેલા દાવાઓની યાદ અપાવી છે. તેમણે પીએમ મોદીને ર૦૧૪ની ચૂંટણી વખતનો નારો બહુત હુઆ નારી પર વાર.. અબ કી બાર મોદી સરકાર પણ યાદ અપાવ્યો. આશા દેવીએ કહ્યુ કે હવે હુ બે હાથ જોડીને કહેવા માંગુ છુ કે જે રીતે તમે બીજી વાર સરકારમાં આવ્યા. જે રીતે તમે હજારો કામ કર્યા. આ કાયદામાં પણ સંશોધન કરો. કેમ કે કાયદો બનાવે કશુ થતુ નથી. હુ તમને હાથ જોડીને કહેવા માગુ છું કે એક દીકરીના મોત સાથે મજાક ન થવા દો. આ દોષિતોને રરમીએ ફાંસીના માંચડે લટકાવો અને દેશતે બતાવો અમે દેશના રખેવાળ છીએ. મહિલાની સુરક્ષા કરનારા છે.

આશા દેવી ભારે હૈયે વ્યથા ઠાલવતા કહ્યુ કે અત્યાર સુધી મે ક્યારેય રાજકારણની વાત નથી કરી. પણ આજે કહેવા માંગુ છું કે જે લોકો ર૦૧રમાં રસ્તા પર ઉતર્યા હતા. બહુ બધી રેલીઓ કરી હતી. આજે એ જ લોકો મારી દીકરીના મોત પર રાજકીય ફાયદા માટે રમત રમી રહ્યા છે. ર૦૧રમાં જ્યારે ઘટના બની ત્યારે આ જ લોકો હાથમાં તિરંગો અને કાળી પટ્ટી બાંધીને બહુ બધી રેલીઓ કરી.ઘણા નારા લગાવ્યા. પણ આજે આજ લોકો એ દીકરીના મોત સાથે રમત રમી રહ્યા છે. કોઇ કહી રહ્યુ છે આપે રોકી દીધુ. કોઇ કહે છે મને પોલીસ આપી દો બે દિવસમાં રોકીને બતાવીશ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વોટ્સએપ ખૂબ જ જલદી લાવી રહ્યું છે મોસ્ટ એવેટેડ ફીચર્સ, એક સાથે આટલા ડિવાઈસ ઉપર ચલાવી શકાશે

Harshad Patel

શ્રેયાર્થ યુનિવર્સિટી: ધોરણ 10 પછીના અભ્યાસ માટે માર્ગદર્શન વેબિનારનું રવિવારે આયોજન, મળશે કારકિર્દી ઘડતરની ટિપ્સ

pratik shah

સરકારી એક્શનની અસર દેખાઈ: માલ્યા, મોદી અને ચોકસીની 9371 કરોડની સંપત્તિ બેંકોને ટ્રાંસફર કરાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!