GSTV
Home » News » નિર્ભયા ગેંગરેપના આરોપી મુકેશસિંહ સાથે તિહાડ જેલમાં યૌન ઉત્પીડન, 3 નરાધમો પાસે 5 વિકલ્પ

નિર્ભયા ગેંગરેપના આરોપી મુકેશસિંહ સાથે તિહાડ જેલમાં યૌન ઉત્પીડન, 3 નરાધમો પાસે 5 વિકલ્પ

નિર્ભયા ગેંગરેપના દોષિત મુકેશ સિંહે સૌથી મોટો આરોપ મૂક્યો છે કે તેની જેલમાં યૌન ઉત્પીડન થયું છે. મુકેશની તરફથી સુપ્રીમ કોર્ટમાં દલીલો કરી રહી અંજના પ્રકાશે જણાવ્યું છે કે આ ઘટના સમયે પ્રિઝન ઓફિસર હાજર હતો. જેને મદદ ન કરવાની સાથે હોસ્પિટલમાં પણ લઇ જવાયો ન હતો. બાદમાં તેને દિન દયાળ હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

મુકેશની વકીલે આ રિપોર્ટની માગણી કરી છે. સાથે એ પણ જવાબ માગ્યો છે કે, રામસિંહની હત્યા કરાઈ છે. જેલ ઓફિસરના મતે તેને ફાંસી લગાવી છે ત્યારે એ ભૂલી રહ્યાં છે કે તેનો એક હાથ ખરાબ છે. એ ફાંસી કઈ રીતે લગાવી શકે. મુકેશ આ બાબતે ફરિયાદ કરવા માગતો હતો. મુકેશની વકીલે એ પણ આરોપ મૂક્યો છે કે ક્યુરેટિવ પીટીશન રદ થવા પહેલાં તેને એકાંતમાં કારાવાસમાં રાખવામાં આવ્યો હતો.

દોષિતની તબીબી સ્થિતિ સારી

સોલિસીટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમમાં દલીલ કરી છે કે કેટલીકવાર, તબીબી સ્વાસ્થ્ય અને મૃત્યુ સજાના દોષિતોની હાલત એટલી કથળી ગઈ હોય છે કે, તેમને મૃત્યુ દંડની સજા થઈ શકે નહીં, પરંતુ આ કિસ્સામાં આ (મુકેશ) દોષિતની તબીબી સ્થિતિ સારી છે. સુપ્રીમ કોર્ટમાં દોષિતોમાંથી એક (મુકેશ) ના વકીલે આરોપ મૂક્યો હતો કે, તમારે દરેક પગલા પર તમારું મન લાગુ કરવું પડશે. તમે કોઈની જીંદગી (રાષ્ટ્રપતિને દયાની અરજીના સંદર્ભમાં આપવામાં આવેલી સત્તાઓ પર) રમી રહ્યા છો. જેલમાં આવ્યા બાદ મુકેશને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો.

5 વિકલ્પ હજુ છે બાકી

નિર્ભયાના આરોપીઓને ફાંસી આપવાનો કેસ કાયદાકીય ચૂંગાલમાં ફસાતો જ જાય છે. પવન, મુકેશ અને વિનય શર્માની ફાંસી માટે બીજી વખત ડેથ વોરંટ જાહેર કરાયું છે. જેમાં ફાંસીની તારીખ 1 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. પહેલા વોરંટમાં આ તારીખ 22 જાન્યુઆરી હતી. આરોપી પવન પાસે હાલ ક્યૂરેટિવ પિટીશન અને દયા અરજીનો વિકલ્પ છે. આ વિકલ્પ અક્ષય સિંહ પાસે છે. વિનય શર્મા પાસે પણ દયા અરજીનો વિકલ્પ છે. આરોપી મુકેશ પાસે હવે કોઈ કાયદાકીય વિકલ્પ નથી. એટલે કે ત્રણ આરોપી હાલ પાંચ કાયદાકીય વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. એટલે તુરંત જ ફાંસી આપી દેવાય તેવા કોઈ સંજોગો નથી.

લૂટની સજાની અરજી પેન્ડિંગ

આરોપીઓ સામે માત્ર એક કેસ નથી. તમામ આરોપીઓ વિરુદ્ધ લૂંટ અને અપહરણનો કેસ. આરોપીઓના વકીલ એપી સિંહના કહ્યાં પ્રમાણે, પવન, મુકેશ, અને વિનયને લૂંટના કેસમાં નીચલી કોર્ટે 10 વર્ષની સજા સંભળાવી હતી. આ નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ છે. જ્યાં સુધી તેની પર કોઈ નિર્ણય નહીં આવી જાય, ત્યાં સુધી આરોપીઓને ફાંસી નહીં આપવામાં આવે. આ એક કાયદાકીય છટકબારી પણ ઉભી છે.

ફાંસી પાછી ટળી શકે છે

જે આરોપીઓ પાસે કાયદાકીય વિકલ્પ છે, તે તિહાર જેલ દ્વારા આપવામાં આવેલા નોટિસ પીરિયડ દરમિયાન તેનો ઉપયોગ કરી શકે છે. દિલ્હી પ્રિજન મેન્યુઅલના જણાવ્યા પ્રમાણે, જો કોઈ કેસમાં એકથી વધારે આરોપીઓને ફાંસી આપવાની છે તો કોઈની અરજી પેન્ડિગ રહેશે ત્યાં સુધી બધાની ફાંસીને કાયદાકીય રીતે સ્થગિત રખાશે. નિર્ભયા કેસ પણ આવો જ છે, ચાર આરોપીઓને ફાંસી આપવાની છે. હાલ કાયદાકીય વિકલ્પ પણ બાકી છે અને એક કેસમાં અરજી પેન્ડિગ છે. હવે તમામની નજર એ બાબત પર છે કે શું ખરેખર એક તારીખના રોજ આ નરાધમોને ફાંસી અપાશે.

Related posts

મોટેરા સ્ટેડિયમમાં 53 મિનિટ સુધી ચાલ્યું ભાષણ, જાણો કોનું ભાષણ હતું લાંબુ ટ્રમ્પનું કે મોદીનું?

Nilesh Jethva

દિલ્હીના મૌજપુરમાં CAAના વિરોધમાં હિંસા: 37 પોલીસકર્મીઓ ઘાયલ, 1 કોન્સ્ટેબલનું મોત

Ankita Trada

ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાંકા તાજ મહેલને જોઈ થઈ ખુશ ખુશાલ, પતિ સાથે પડાવી તસવીરો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!