નિર્ભયા કેસના દોષિતો ફાંસીથી બચવા માટે નવા નવા ગતકડાં રચીને અદાલતના દ્વાર ખટખટાવે છે. ત્યારે તિહાડ જેલ તંત્રએ દોષિત વિનય શર્માને ધીમુ ઝેર આપ્યુ હોવાના આરોપ લગાવ્યો છે. દોષિતોના વકીલ કહ્યું કે,તિહાડ જેલમાં દોષિતોને ધીમું ઝેર આપવામાં આવ્યુ હતુ. અને તેને હોસ્પિટલમાં પણ ભરતી કરવામાં આવ્યો હતો.

જોકે કોઈ તબીબી રિપોર્ટ આપવામાં આવતો નથી. તેવો દોષિતોના વકીલે આક્ષેપ લગાવ્યો છે. જોકે આજે કોર્ટમાં તિહાડ જેલના અધિકારીઓએ દાવો કર્યો કે દોષિતોના વકીલ તરફથી માંગવામાં આવેલા તમામ દસ્તાવેજો આપવામાં આવી ચુક્યા છે.ઉલ્લેખનિય છે કે, નિર્ભયા ગેંગરેપ કેસના દોષિતો સામે નવુ ડેથ વોરંટ ઈશ્યુ કરતા પટિયાલા હાઉસ કોર્ટે દોષિતોને 1 ફેબ્રુઆરીએ ફાંસીની સજા સંભળાવી છે.

આરોપીઓના વર્તનમાં પણ પરિવર્તન
નિર્ભયાના દોષીતોની ફાંસીનો દિવસ હવે નજીક આવી રહ્યો છે. ત્યારે દિવસને દિવસે તેમનું વર્તન પણ હવે બદલાઈ રહ્યું છે. આવી પરિસ્થીતીમાં આરોપીઓ પોતાને નુકશાન ન પહોચાડે તે જેલ પ્રશાસન માટે સૌથી પડકાર છે. જેલ તંત્ર આરોપીઓને બાથરૂમમાં પણ એકલા નથી જવા દેતા. અને દિવસ રાત તેમના પર નજર રાખવામાં આવી રહી છે. 1 ફેબ્રુઆરીએ તેમને ફાંસી આપવામાં આવશે પરંતુ આરોપીઓએ જેલ પ્રશાસનને તેમની અંતિમ ઈચ્છા નથી જણવી.

જેલ પ્રશાસને દોષિતોના પરિવારને પત્ર મોકલ્યો છે. અને તેમને કહ્યું છે કે તેઓ છેલ્લી વાર તેમને મળવા માગે છે. જેથી તેઓ જેલનો સંપર્ક કરે. ફાંસીની તારીખ નકકી થયા બાદ આરોપી મુકેશ સિંહે પોતાને જેલમાં બંધ કરી દીધો છે. અને વિનય શર્મા આક્રમક થઈ ગયો છે.

આરોપી વિનય એકજ રટણ રટી રહ્યો છે કે તેને જેલ નંબર 4માં બંધ તેના મિત્રને મળવું છે. જોકે આરોપી પવન ગુપ્તા અને અક્ષય ઠાકુરનું વર્તન હજું પણ પહેલા જેવું જ છે. ઉલ્લેખનિય છે કે ગત શુક્રવારે વિનય અને મુકેશના ઘરના સભ્યો તેમને મળવા આવ્યા હતા. અને અડધો કલાક સુધી તેમણે તેમની સાથે વાતચીત કરી હતી.
READ ALSO
READ ALSO
- ખેડૂત આંદોલન/ મોદીનો છે કાર્યક્રમ એ લાલ કિલ્લા પર પહોંચી ખેડૂતોનો લલકાર, કૃષિ કાયદાઓને પાછા હટાવો
- Health Tips/ મેન્ટલ હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે હ્યૂમન ટચ, જાણો હગ કરવાના શું છે ફાયદા
- ડેપ્યુટી સીએમ નીતિન પટેલે રાત્રી કર્ફ્યુમાં રાહતમાં આપ્યા સંકેત
- ખેડૂત આંદોલન અપડેટ/ દિલ્હી મેટ્રોના આ રૂટને કરી દેવાયા બંધ, ખેડૂતો અને પોલિસ વચ્ચે ઝપાઝપીના બન્યા બનાવો
- ખેડૂત આંદોલન/ લાલ કિલ્લા અને ઈન્ડિયા ગેટ પાસે ખેડૂતો અને પોલિસ વચ્ચે થયું ઘર્ષણ, ખેડૂતો પર લાઠીચાર્જ અને ટિયરેગસના છેલ છોડાયા