GSTV

નિર્ભયાના દોષીઓની 20મી માર્ચે ટળી શકે છે ફાંસી, આ નવો પેંતરો અપનાવ્યો

નિર્ભયા

Last Updated on March 18, 2020 by Mayur

નિર્ભયાના દોષી અક્ષયકુમાર સિંહને 20 માર્ચે ફાંસી ન મળે તે માટે ફરીથી એક નવું વલણ અપનાવ્યું છે. તેણે એક અરજી દાખલ કરી છે જે 20 માર્ચે થનારી ફાંસી મુલતવી પણ રાખી શકે છે. નિર્ભયાના દોષી અક્ષયે રાષ્ટ્રપતિને બીજી દયા અરજી મોકલી છે. નિર્ભયા દોષી અક્ષયે જેલ પ્રશાસનને રાષ્ટ્રપતિના નામે બીજી દયા અરજી આપી હતી. અરજીમાં તેમણે રાષ્ટ્રપતિને મૃત્યુદંડ માફ કરી આજીવન કેદમાં બદલવા જણાવ્યું છે. ઉપરાંત તે પણ કહ્યું કે તેની પહેલી અરજી ફગાવી દેવામાં આવી હતી. જોકે આ અરજીથી દોષીની સજા પર કોઈ રોક નહીં લાગે અને અરજીના બરતરફ થયા બાદ તેને 14 દિવસનો સમય પણ નહીં મળે.

જલ્લાદ તિહાર જેલમાં

નિર્ભયાના અપરાધીઓને ફાંસીએ લટકાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ફાંસી લટકાવવા માટે મંગળવારે જ જલ્લાદ તિહાર જેલ પહોંચી ગયો હતો. જ્યારે બીજી તરફ જેલમાં ફાંસીએ લટકાવવાની ટ્રાયલ પણ શરૂ થઇ ગઇ છે જેમાં વજન વાળા બાચકા લટકાવવામાં આવશે અને ફાંસીના ફંદાની મજબુતીની ચકાસણી કરવામાં આવશે. અપરાધીઓ પાસે રહેલા બધા જ કાયદાકીય વિકલ્પો પૂર્ણ થઇ જતા હવે ફાંસીએ લટકાવવામાં કોઇ નહીં બચાવી શકે તેવી શક્યતાઓ છે.

અંતિમ ઈચ્છાઓ પણ પૂર્ણ

તિહાર જેલમાં જલ્લાદ પવન પણ પહોંચી ગયો છે, હવે જેલમાં ડમી ફાંસી આપવામાં આવશે અને તે માટે 18-19 તારીખ નક્કી કરવામાં આવી છે. તિહાર જેલના અધિકારીઓના જણાવ્યા અનુસાર અમે અપરાધીઓને તેમની અંતિમ ઇચ્છાઓ પુછી હતી અને તેમના જણાવ્યા અનુસાર બધી જ ઇચ્છાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પટિયાલા હાઉસ કોર્ટે ચારેય અપરાધીઓને 20મીએ ફાંસીએ લટકાવવા માટે ડેથ વોરંટ જારી કરી દીધુ હતું, અત્યાર સુધીનું આ ચોથુ ડેથ વોરંટ છે.

ગ્રોવરની કામગીરી વખાણી

સોમવારે નિર્ભયાના અપરાધી મુકેશસિંહે સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો હતો અને તેની અંતિમ અરજીને પણ ફગાવી દેવામાં આવી છે. અરજીમાં મુકેશે પોતાના અગાઉના વકીલ વૃંદા ગ્રોવર પર જે આરોપો લગાવ્યા હતા તેને કોર્ટે જુઠા ગણાવ્યા હતા અને વૃંદા ગ્રોવરની કામગીરી વખાણી હતી, સરકાર વતી હાજર વકીલે પણ ગ્રોવરની કામગીરી વખાણી હતી.

હું દિલ્હીમાં હતો જ નહીં

બીજી તરફ મુકેશે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી કરીને એવી દલીલ કરી હતી કે જ્યારે રેપની ઘટના બની ત્યારે હું દિલ્હીમાં હતો જ નહીં, આ પ્રકારની દલીલોને કોર્ટે ફગાવી દીધી હતી સાથે અપરાધી વતી આવું કહેનારા વકીલને સમજાવવા બાર કાઉન્સિલને કોર્ટે ટકોર કરી હતી. સાથે જ હવે અપરાધીઓની પાસે કોઇ કાયદાકીય વિકલ્પ બચ્યો નથી.

નરાધમ આંતરાષ્ટ્રીય કોર્ટ પહોંચ્યો

હાલ નિર્ભયાના અપરાધીના વકીલ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પહોંચ્યા હતા અને એક પત્ર લખીને અપરાધીઓને ફાંસીએ લટકાવવા પર સ્ટે માગ્યો હતો. જોકે આ મામલો આંતરરાષ્ટ્રીય સ્તરનો ન હોવાથી તે અરજી ટકી શકે તેમ નથી, આ માનીને હાલ તિહાર જેલમાં અપરાધીઓને ફાંસીએ લટકાવવાની તૈયારી કરી લેવામાં આવી છે.

નિર્ભયા કેસમાં ફાંસી થશે તો વિધવા થઈ જઈશ

જોકે તેની પત્નીએ ડિવોર્સ માટે જે અરજી કરી છે તેમાં એવો પણ દાવો કર્યો છે કે મારા પતિ નિર્દોષ છે, આવી સ્થિતિમાં તેને જો ફાંસી થઇ જશે તો હું તો વિધવા બની જઇશ તેથી મને ડિવોર્સ જોઇએ છે. તેની પત્ની પુનિતાએ હિંદુ લગ્ન કાયદા અંતર્ગત આ અરજી કરી છે. કોર્ટમાં આપેલી અરજીમાં પુનિતાએ એવી પણ દલીલ કરી છે કે આમ તો મારા પતિ નિર્દોષ છે પણ ન્યાયની દ્રષ્ટીએ તેઓ દોષીત છે.

કાયદા મુજબ લઈ શકાય છે ડિવોર્સ

કાયદા મુજબ કોઇ બળાત્કારીની પત્ની ડિવોર્સ લઇ શકે છે કેમ કે તે વિધવા તરીકે પોતાનું ગુજરાન ચલાવી શકે તેમ નથી. અક્ષયની પત્નીના વકીલ મુકેશસિંહનું કહેવું છે કે હિંદુ કાયદા મુજબ રેપ પણ છુટાછેડાનું કારણ હોઇ શકે છે. કોર્ટ આ અરજી અંગે 19મી તારીખે સુનાવણી કરશે.

READ ALSO

Related posts

જાણવા જેવું / UN મહાસભામાં દર વખતે ક્યા દેશના રાષ્ટ્ર પ્રમુખનું હોય છે સૌ પ્રથમ ભાષણ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari

Proud / ભારતીય સેના માટે ‘દ્રોણાગિરી’ સાબિત થશે આ એરક્રાફ્ટ, ખાસિયતો જાણીને ચીન-પાકિસ્તાન પડી જશે ઢીલા

Pritesh Mehta

VIDEO / વિશ્વના આઠમા સૌથી ઊંચા શિખર પર ITBPના અધિકારીઓએ ફરકાવ્યો તિરંગો, જવાનોએ અદમ્ય સાહસ અને શોર્યનો કરાવ્યો પરિચય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!