GSTV
Home » News » નિર્ભયાના નરાધમોને ફાંસીનો રસ્તો સાફ, સુપ્રીમ કોર્ટે આખરી લાઈફલાઇન પણ ફગાવી દીધી

નિર્ભયાના નરાધમોને ફાંસીનો રસ્તો સાફ, સુપ્રીમ કોર્ટે આખરી લાઈફલાઇન પણ ફગાવી દીધી

દેશભરમાં ચકચાર મચાવનાર નિર્ભયા રેપ કેસના ચાર ગુનેગારોને ફાંસી આપવાનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ જેલના તંત્ર દ્વારા અલગ અલગ બાબતોને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરવામાં આવી રહી છે. નિર્ભયા કેસના આરોપીઓને ફાંસી આપવાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે નિર્ભયાના બે આરોપીઓ તરફથી દાખલ કરાયેલી ક્યુરેટિવ પિટીશન પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરી દીધી છે. સુપ્રીમે બંને ક્યુરેટિવ પીટીશનને ફગાવી દીધી છે. મતલબ કે દોષિતોને 22 જાન્યુઆરીના રોજ ફાંસી અપાશે. હવે એ ફાયનલ થઈ ગયું છે કે નરાધમોને ફાંસીની સજાથી હવે કોઈ બચાવી નહીં શકે. તેમની આખરી લાઈફલાઇન પૂરી થઈ ગઈ છે. હવે આ નરાધમો માટે ફાંસીની સજા આપવા માટેનો રસ્તો સાફ થઈ ગયો છે. વિનય અને મુકેશે સજાથી બચવા માટે આ કેસમાં પૂરતા પ્રયાસો કર્યા છે. જે સદંતર નિષ્ફળ નીવડ્યા છે.

  • મુકેશ અને વિનયે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પીટીશન દાખલ કરી હતી.
  • કોર્ટે 22 જાન્યુઆરીનું જાહેર કર્યું છે ડેથ વોરંટ
  • ફાંસીથી બચવાની છેલ્લી લાઈફલાઈન પણ પૂર્ણ

ક્યુરેટિવ પીટીશનમાં વિનય શર્માએ કહ્યું હતું કે આ કાર્યવાહીને પગલે તેમનો પૂરો પરિવાર ભોગ બન્યો છે. પરિવારની કોઈ ભૂલ નથી આમ છતાં તેઓએ સામાજિક બહિષ્કારોનો ભોગ બનવું પડ્યું છે. વકીલ એ પી સિંહે કોર્ટમાં દલીલ કરી હતી કે વિનય શર્માના માતા-પિતા અત્યંત વૃદ્ધ છે. જેઓ ગરીબ છે. આ કેસમાં તેમના ઘણા પૈસા બરબાદ થયા છે.

હવે તિહાડ જેલ દ્વારા પાકા કેળાની માંગણી કરવામાંઆવી છે. જેથી ફાંસી માટેના ફંદાને મુલાયમ બનાવી શકાય. આ રસ્સીઓની ટ્રાયલ લેવાઈ ચુકી છે. જેમાં નિર્ભયાના ગુનેગારોના ડમીને આ રસ્સીઓ થકી ફાંસી આપવામાં આવી હતી. જેલના સૂત્રોના કહેવા પ્રમાણે ફાંસીની રસ્સી પર કેળાની સાથે સાથે માખણ પણ ઘસવામાં આવે છે જેથી તેને મુલાયમ કરી શકાય અને ફાંસી આપતી વખતે ફંદાની ગાંઠ જરુર પ્રમાણે ઉપર નીચે કરી શકાય. ક્યુરેટિવ પીટીશનમાં વિનય શર્માએ કહ્યું હતું કે આ કાર્યવાહીને પગલે તેમનો પૂરો પરિવાર ભોગ બન્યો છે. પરિવારની કોઈ ભૂલ નથી આમ છતાં તેઓએ સામાજિક બહિષ્કારોનો ભોગ બનવું પડ્યું છે. વકીલ એ પી સિંહે કોર્ટમાં દલીલ કરી હતી કે વિનય શર્માના માતા-પિતા અત્યંત વૃદ્ધ છે. જેઓ ગરીબ છે. આ કેસમાં તેમના ઘણા પૈસા બરબાદ થયા છે. નિર્ભયાની માતાએ આશાદેવીએ કહ્યું હતું કે આજે મારા માટે મોટો દિવસ છે. હું છેલ્લા 7 વર્ષથી મારી દિકરીના ન્યાય માટે ફરી રહી છું. 22મીએ નિર્ભયાના નરાધમોને ફાંસી અપાશે.

આ માટે કેળા ખરીદીને તેને પીસવામાં આવશે અ્ને એ પછી ફાંસીની રસ્સી પર તેનો લેપ કરવામાં આવશે. ફાંસીના ફંદા માટે ચારે ગુનેગારોના ગળાનુ માપ પણ લેવામાં આવ્યુ હતુ. જ્યારે આ કાર્યવાહી કરાઈ ત્યારે ચારે નરાધમો રડવા માંડ્યા હતા અને તેમને છોડી દેવામાં આવે તેવી કાકલૂદી કરવા માંડ્યા હતા. ફાંસી માટે તૈયાર કરાયેલી ચાર રસ્સીઓની સાથે સાથે બીજી ચાર રસ્સીઓને પણ અનામત રાખવામાં આવશે.આ રસ્સીઓ પર પણ ટ્રાયલ લેવામાં આવશે.જેથી ફાંસીના સમયે કોઈ સમસ્યા ઉભી ના થાય.

આરોપીઓ વિનય શર્મા અને મુકેશની ક્યુરેટિવ પિટીશન પર સુપ્રીમ કોર્ટના જજ એન વી રમન્ના, અરૂણ મિશ્રા, આર એફ નરીમન, આર ભાનુમતિ અને અશોક ભૂષણની બેંચ સુનાવણી કરી દીધી છે. જે બે આરોપીઓની ક્યુરિટવ પીટિશનને ફગાવી દેવાઈ છે. નિર્ભયાના દોષિત વિનય શર્માના વકીલ એ પી સિંહ અને મુકેશના વકીલ વૃંદા ગ્રોવરે આ મામલે ક્યુરેટિવ પિટીશન દાખલ કરી છે. જેમાં ફાંસીની સજાને જન્મટીપમાં બદલવાની માંગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ક્યુરેટિવ પિટીશન એ પુનર્વિચાર અરજી કરતા થોડી અલગ હોય છે. આ અરજીમાં ચુકાદાને બદલે સમગ્ર કેસમાં એ મુદ્દાઓ કે વિષયોને ચિન્હિત કરવામાં આવે છે કે જેમાં ફરી એક વખત ધ્યાન આપવાની જરૂરિયાત હોય.

Related posts

સુરતની રઘુવીર માર્કેટમાં લાગી ભીષણ આગ, ફાયરવિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો

Mansi Patel

ચીની સેનાની સામે આવી અવળચંડાઈ,લદ્દાખમાં કરી ભરવાડોની પાછળ કરી ઘુસણખોરી

Mansi Patel

યમનમાં લોહિયાળ હુમલો: હુથી હબળવાખોરોએ મસ્જીદ ઉડાવી, 111થી વધુનાં મોત-160 ઘાયલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!