GSTV

નિર્ભયા કેસ : આખરે ફાંસીની સજાની તારીખ થઈ ફાઈનલ, કોર્ટ આપ્યો આ આદેશ

દેશના સૌથી ચકચારી નિર્ભયા દુષ્કર્મ કેસમાં કોર્ટે નવું ડેથ વોરંટ જાહેર કર્યું છે. નિર્ભયાના દોષીતોને પહેલી ફેબ્રુઆરીએ ફાંસી આપવામાં આવશે. આજે નિર્ભયાની માતાએ તીખી પ્રતિક્રિયા આપી હતી. આ પહેલાં 22 તારીખે ફાસીની સજા આપવાની હતી જોકે દયા અરજીના કારણે ફાંસી ઉપર રોક લગાવવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ દયા અરજી નકારતા આખરે દોષીતોને ફાંસી આપવાનો માર્ગ મોકળો થયો છે. પહેલી ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યો ફાંસી આપવામાં આવશે.

વર્ષ 2012ના દિલ્હી નિર્ભયા ગેંગરેપ કેસના દોષિતોની ફાંસીની નવી તારીખ જાહેર થઈ છે. પહેલી ફેબ્રુઆરીએ સવારે છ વાગ્યે દોષિતોને ફાંસી આપવામાં આવશે. રેપ કેસના દોષિતોને ફાંસીને લઈને પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વોરંટ ઈશ્યુ કર્યું છે.

નિર્ભયાની માતાએ ઉઠાવ્યા હતા સરકાર પર સવાલો

નિર્ભયાના દોષિતોને ફાંસી ક્યારે મળશે તે સવાલનો હજુ જવાબ નથી મળ્યો. નિર્ભયાની માતાની ધીરજ હવે જવાબ આપી ચૂકી છે. દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીની માતા તરીકે સહન કરેલી વેદના બાદ આશા દેવીનો આજનો ચીત્કાર અને આક્રોશ આંખોમાં આંસુ લાવી દેનારો છે. ચોધાર આંસુએ રડતા નિર્ભયાના માતાએ લાચારી અને આક્રોશ સાથે દરેક રાજકીય પક્ષો પર ફીટકાર વરસાવી છે. આશા દેવીને હવે એ હદે ભરોસો ઉઠી ચૂક્યો છે કે તેમણે ત્યાં સુધી કહી દીધું કે પોતાના ફાયદા માટે દોષિતોની ફાંસી રોકવામાં આવી રહી છે. અમને વચ્ચે પ્યાદા બનાવાઇ રહ્યા છે. આ બંને વચ્ચે અમે પીસાઇ રહ્યા છે.

તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ તેમણે કરેલા દાવાઓની યાદ અપાવી હતી. તેમણે પીએમ મોદીને ર૦૧૪ની ચૂંટણી વખતનો નારો બહુત હુઆ નારી પર વાર.. અબ કી બાર મોદી સરકાર પણ યાદ અપાવ્યો. આશા દેવીએ કહ્યું છે કે હવે હું બે હાથ જોડીને કહેવા માંગુ છું કે જે રીતે તમે બીજી વાર સરકારમાં આવ્યા. જે રીતે તમે હજારો કામ કર્યા. આ કાયદામાં પણ સંશોધન કરો. કેમ કે કાયદો બનાવે કશુ થતુ નથી. હુ તમને હાથ જોડીને કહેવા માગુ છું કે એક દીકરીના મોત સાથે મજાક ન થવા દો. આ દોષિતોને રરમીએ ફાંસીના માંચડે લટકાવો અને દેશને બતાવો અમે દેશના રખેવાળ છીએ. મહિલાની સુરક્ષા કરનારા છે.

આશા દેવી ભારે હૈયે વ્યથા ઠાલવતા કહ્યું કે અત્યાર સુધી મે ક્યારેય રાજકારણની વાત નથી કરી પણ આજે કહેવા માંગુ છું કે જે લોકો ર૦૧રમાં રસ્તા પર ઉતર્યા હતા. બહુ બધી રેલીઓ કરી હતી. આજે એ જ લોકો મારી દીકરીના મોત પર રાજકીય ફાયદા માટે રમત રમી રહ્યા છે. ર૦૧રમાં જ્યારે ઘટના બની ત્યારે આ જ લોકો હાથમાં તિરંગો અને કાળી પટ્ટી બાંધીને બહુ બધી રેલીઓ કરી.ઘણા નારા લગાવ્યા. પણ આજે આજ લોકો એ દીકરીના મોત સાથે રમત રમી રહ્યા છે. કોઇ કહી રહ્યું છે આપે રોકી દીધુ. કોઇ કહે છે મને પોલીસ આપી દો બે દિવસમાં રોકીને બતાવીશ.

READ ALSO

Related posts

મહિલા નેતાઓ ભાજપમાં નથી સુરક્ષિત/ કાર્યાલયમાં રોકી બાંહોમાં લઈ શરીરના અંગો પર જ્યાંને ત્યાં ટચ કરે છે !

Pravin Makwana

ફારુક અબ્દુલ્લાનો દાવો- ‘પોતાને ભારતીય નથી માનતા કાશ્મીરી, ચીનનાં સાશનમાં રહેવા માટે તૈયાર’

Mansi Patel

ચૂંટણી પંચની નવી પહેલ/ નામાંકન માટે હવે નહીં થાય રોડ શૉ, નેતાઓના રેલા પણ નહીં, આ રીતે થશે નોમિનેશન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!