GSTV
Home » News » નિર્ભયા : નરાધમો પાસે માત્ર 3 જ દિવસ, હજુ આ લાઈફ લાઈનો ટાળી શકે છે મોત

નિર્ભયા : નરાધમો પાસે માત્ર 3 જ દિવસ, હજુ આ લાઈફ લાઈનો ટાળી શકે છે મોત

દેશભરમાં ચકચાર જગાવનાર નિર્ભયાના ચાર આરોપીઓને 1 ફેબ્રુઆરીએ ફાંસી અપાવાની છે. ફાંસીના ફંદાથી બચવા માટે ચારે નરાધમો ધમપછાડા કરી રહ્યા છે. આ પૈકી મુકેશની અરજી સુપ્રીમ કોર્ટે પણ ફગાવી દીધા બાદ હવે તેની પાસે કોઈ બીજા વિકલ્પ રહ્યા નથી. જાણો બીજા ત્રણ આરોપીઓ પાસે કયા વિકલ્પો હજી બાકી છે.

અક્ષય ઠાકુર

2019માં તેની રીવ્યૂ પિટિશન ફગાવી દેવાયા બાદ તેણે 2020ની 28 જાન્યુઆરીએ ક્યુરેટિવ પિટિશન દાખલ કરી છે. રાષ્ટ્રપતિ સમક્ષ તેણે હજી સુધી દયાની અરજી કરી નથી. આ વિકલ્પ બાકી છે. આ અરજી ફગાવાય તો અપીલ કરવાની પણ તેની પાસે હજુ લાઈફલાઈન છે.

પવન ગુપ્તા

જુલાઈ 2018માં પવનની રીવ્યૂ પિટિશન ફગાવી દેવાઈ હતી. હજી સુધી તેણે ક્યુરેટિવ પિટિશન દાખલ કરી નહી હોવાથી આ વિકલ્પ તેની પાસે છે. સૌથી વધુ લાઈફલાઈન પવન પાસે છે. જેની પાસે રાષ્ટ્રપતિને પણ દયા અરજી કરવાની સાથે આ દયા અરજી નામંજૂર થાય તો અપીલ કરવાનો પણ હક છે. પવન પાસે હજુ 3 લાઈફલાઈન બાકી છે.

વિનય શર્મા

જુલાઈ 2018માં તેની રિવ્યૂ પિટિશન ફગાવી દેવાઈ હતી. ક્યુરેટિવ પિટિશન જાન્યુઆરી 2020માં સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. હવે તેની પાસે દયાની અરજીનો વિકલ્પ બાકી છે. દયા અરજી પણ ના મંજૂર થયા બાદ વિનય પાસે અપીલ કરવાની લાઈફલાઇન બાકી છે.

જેલના કાયદા હેઠળ દયા અરજી ફગાવી દેવાયા બાદ દોષિતને ફાંસી આપતા પહેલા 14 દિવસનો વિકલ્પ અપાય છે. જો એક મામલામાં એકથી વધારે દોષિતને ફાંસીની સજા થઈ હોય તો તમામને એક સાથે જ ફાંસી અપાય છે.

લૂટની સજાની અરજી પેન્ડિંગ

આરોપીઓ સામે માત્ર એક કેસ નથી. તમામ આરોપીઓ વિરુદ્ધ લૂંટ અને અપહરણનો કેસ. આરોપીઓના વકીલ એપી સિંહના કહ્યાં પ્રમાણે, પવન, મુકેશ, અને વિનયને લૂંટના કેસમાં નીચલી કોર્ટે 10 વર્ષની સજા સંભળાવી હતી. આ નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ છે. જ્યાં સુધી તેની પર કોઈ નિર્ણય નહીં આવી જાય, ત્યાં સુધી આરોપીઓને ફાંસી નહીં આપવામાં આવે. આ એક કાયદાકીય છટકબારી પણ ઉભી છે.

ફાંસી પાછી ટળી શકે છે

જે આરોપીઓ પાસે કાયદાકીય વિકલ્પ છે, તે તિહાર જેલ દ્વારા આપવામાં આવેલા નોટિસ પીરિયડ દરમિયાન તેનો ઉપયોગ કરી શકે છે. દિલ્હી પ્રિજન મેન્યુઅલના જણાવ્યા પ્રમાણે, જો કોઈ કેસમાં એકથી વધારે આરોપીઓને ફાંસી આપવાની છે તો કોઈની અરજી પેન્ડિગ રહેશે ત્યાં સુધી બધાની ફાંસીને કાયદાકીય રીતે સ્થગિત રખાશે. નિર્ભયા કેસ પણ આવો જ છે, ચાર આરોપીઓને ફાંસી આપવાની છે. હાલ કાયદાકીય વિકલ્પ પણ બાકી છે અને એક કેસમાં અરજી પેન્ડિગ છે. હવે તમામની નજર એ બાબત પર છે કે શું ખરેખર એક તારીખના રોજ આ નરાધમોને ફાંસી અપાશે.

Related posts

ટ્રમ્પ પરિવાર માટે રાષ્ટ્રપતિભવનમાં શાહી ભોજનની વ્યવસ્થા, સરકારના અનેક મંત્રીઓ પણ પહોંચ્યા

Pravin Makwana

ભાજપના સભ્યો જોતા રહી ગયા અને તેજસ્વી યાદવે નીતિશ કુમાર પાસે NPR લટકાવી દીધું

Pravin Makwana

સ્વાઈન ફ્લૂની પકડમાં સુપ્રિમ કોર્ટનાં 6 જજ, કોર્ટમાં માસ્ક લગાવીને કરી રહ્યા છે સુનાવણી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!