GSTV

નિર્ભયા મામલો: સગીર હોવાના દાવાવાળી અરજી પર 20 જાન્યુઆરીએ સુનવણી કરશે સુપ્રિમ કોર્ટ

નિર્ભયાના આરોપીએ દાખલ કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સોમવારે મહત્વની સુનાવણી હાથ ધરાશે. નિર્ભયા કેસના આરોપી પવન ગુપ્તાની સગીર હોવાની દલીલ હાઇકોર્ટે ફગાવ્યા બાદ તેમણે હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો છે.

આરોપી પવન ગુપ્તાએ દાવો કર્યો છે કે જે સમયે ગુનો બન્યો તે સમયે તે સગીર હતો. આથી હવે સુપ્રીમ કોર્ટના જજ આર ભાનુમતિ, અશોક ભૂષણ અને એ એસ બોપન્નાની ખંડપીઠ પવન ગુપ્તાની અરજી પર સોમવારે સુનાવણી હાથ ધરશે.

પવન ગુપ્તાએ અરજીમાં દાવો કર્યો હતો કે ડિસેમ્બર-2012માં ગુના વખતે તે સગીર હતો. સાથે જ તેમણે અધિકારીઓને ફાંસીની સજા પર અમલ કરતા રોકવાનો નિર્દેશ આપવાની પણ કોર્ટને અપીલ કરી છે.

મહત્વનું છે કે નિર્ભયાના ચારેય આરોપીઓને 1 ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવા માટે ડેથ વોરંટ જાહેર કર્યું છે. આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મુકેશની દયા અરજી ફગાવી હતી. જ્યારે કે અન્ય ત્રણ આરોપીઓએ પોતાની દયા અરજી દાખલ કરવાના બંધારણીય ઉપાયનો હજુ સુધી ઉપયોગ નથી કર્યો.

READ ALSO

Related posts

કોરોનાની મહામારીને પગલે 12 વર્ષથી યોજાતા કાકરિયા કાર્નિવલને લઈને સસ્પેન્સ

Nilesh Jethva

Mirzapur 2: ફેન્સ માટે આવી ખુશખબરી, સમય કરતા પહેલા રિલીઝ થઈ વેબસિરીઝ મિર્ઝાપુર-2

Pravin Makwana

સુવિધા/ રેલ્વેમાં મુસાફરી કરતી વખતે સામાન લેવા લઈ જવાની ઝંઝટમાંથી મળશે છૂટકારો, ઘરેથી લઈ જશે અને મુકી પણ જશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!