GSTV
Home » News » મુકેશ-વિનયને 22 જાન્યુઆરીએ આપવામાં આવશે ફાંસી કે મળશે રાહત? ક્યુરેટિવ પિટીશન પર SCમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી

મુકેશ-વિનયને 22 જાન્યુઆરીએ આપવામાં આવશે ફાંસી કે મળશે રાહત? ક્યુરેટિવ પિટીશન પર SCમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી

નિર્ભયા કેસના આરોપીઓને ફાંસી આપવાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. ત્યારે નિર્ભયાના બે આરોપીઓ તરફથી દાખલ કરાયેલી ક્યુરેટિવ પિટીશન પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. મતલબ આજે ખ્યાલ આવશે કે દોષિતોને 22 જાન્યુઆરીના રોજ ફાંસી અપાશે કે પછી તેને વધુ કેટલાક દિવસોની મુદ્દત મળશે.

આ જજોની બેંચ કરશે સુનાવણી

આરોપીઓ વિનય શર્મા અને મુકેશની ક્યુરેટિવ પિટીશન પર સુપ્રીમ કોર્ટના જજ એન વી રમન્ના, અરૂણ મિશ્રા, આર એફ નરીમન, આર ભાનુમતિ અને અશોક ભૂષણની બેંચ સુનાવણી કરશે. નિર્ભયાના દોષિત વિનય શર્માના વકીલ એ પી સિંહ અને મુકેશના વકીલ વૃંદા ગ્રોવરે આ મામલે ક્યુરેટિવ પિટીશન દાખલ કરી છે.

શું છે ક્યુરેટિવ પિટીશન

જેમાં ફાંસીની સજાને જન્મટીપમાં બદલવાની માંગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ક્યુરેટિવ પિટીશન એ પુનર્વિચાર અરજી કરતા થોડી અલગ હોય છે. આ અરજીમાં ચુકાદાને બદલે સમગ્ર કેસમાં એ મુદ્દાઓ કે વિષયોને ચિન્હિત કરવામાં આવે છે કે જેમાં ફરી એક વખત ધ્યાન આપવાની જરૂરિયાત હોય.

Read Also

Related posts

ચીની સેનાની સામે આવી અવળચંડાઈ,લદ્દાખમાં કરી ભરવાડોની પાછળ કરી ઘુસણખોરી

Mansi Patel

સુરતની રઘુવીર માર્કેટમાં લાગી ભીષણ આગ, ફાયરવિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો

Mansi Patel

યમનમાં લોહિયાળ હુમલો: હુથી હબળવાખોરોએ મસ્જીદ ઉડાવી, 111થી વધુનાં મોત-160 ઘાયલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!