GSTV

દિકરીના ન્યાયની પ્રક્રિયા રાજનીતિમાં ફસાઈ, માતાના બળાપા વચ્ચે દોષિત મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી

Last Updated on January 17, 2020 by Arohi

રાષ્ટ્રપતિએ નિર્ભયા ગેંગરેપ કેસના નરાધમ મુકેશ સિંહની ફાંસીની દયા અરજી ફગાવી દીધી છે. રાષ્ટ્રપતિએ દયા અરજી ફગાવતા હવે 22મી જાન્યુઆરીએ જ ચારે નરાધમોને ફાંસીની સજા આપવામાં આવશે. આ પહેલા ચારે અપરાધીઓમાંથી મુકેશ સિંહે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને ફાંસીની સજા પર રોક લગાવવા માટેની અરજી કરી હતી. જેના કારણે નરાધમોને આપવામાં આવતી ફાંસની સજામાં ફેરફાર થાય તેવી પણ સ્થિતિનું સર્જન થયું હતું. પણ હવે રાષ્ટ્રપતિએ દયા અરજી ફગાવી દેતા ચારે નરાધમો નક્કી કરેલી તારીખના રોજ જ ફાંસીના માચડે ચડશે.

નિર્ભયાના માતા પિતાના આ હતા આરોપો

દિલ્હીના નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસનો ચુકાદા બાદ પણ હજુ મામલો કાયદાકીય ગુંચવણમાં અટવાયો હતો. ત્યારે નિર્ભયાની માતા પિતા નિરાશ થયા હતા. તેઓએ કેજરીવાલ પર રાજનીતિનો આરોપ લગાવ્યો હતો. નિર્ભયાના પિતાએ કહ્યું હતું કે,  જો દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કોઈ નિર્ણય નહીં આવે તો તે માટે અરવિંદ કેજરીવાલ જવાબદાર હશે. જ્યારે માતાએ પણ દિકરીના ન્યાયની પ્રક્રિયા રાજનીતિમાં ફસાઈ હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. નિર્ભયાની માતાએ આક્ષેપ લગાવ્યો હતો કે અમારી વાત કોઈ સાંભળતું જ નથી.

દયા અરજીની કરી હતી રજુઆત

નિર્ભયા દુષ્કર્મ કેસના દોષિત મુકેશની દયા અરજી ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિને સોંપી દીધી હતી. ગૃહ મંત્રાલય રાષ્ટ્રપતિ આ અરજીને ફગાવી મોતની સજા યથાવત રાખે તેવી ભલામણ કરવામાં આવી હતી. ઉપરાજ્યપાલ અનિલ બૈજલે દોષિત મુકેશની અરજીને ગૃહમંત્રાલયને સોંપી દીધી હતી. નિર્ભયા કેસના દોષિત મુકેશે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી કરીને ફાંસીની સજા માફ કરવાનો આગ્રહ કર્યો છે. આ ઉપરાંત મુકેશે પટિયાલા હાઉસ કોર્ટથી ડેથવોરંટ સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં કહેવાયું હતું કે દયા અરજી પેન્ડિંગ હોવાનું કારણ દર્શાવવામાં આવ્યું હતું. જેથી કોર્ટે 22 જાન્યુઆરીએ થનારી ફાંસી પર સ્ટે મુક્યો હતો.

Read Also

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!