GSTV
Home » News » નિર્ભયા કેસ : હવે ડેથ વોરંટ વિરુદ્ધ કોર્ટ પહોંચ્યો આરોપી મુકેશ, કાલે થશે સુનવાણી

નિર્ભયા કેસ : હવે ડેથ વોરંટ વિરુદ્ધ કોર્ટ પહોંચ્યો આરોપી મુકેશ, કાલે થશે સુનવાણી

નિર્ભયા ગેંગરેપ કેસમાં આરોપી મુકેશ સિંહ હવે ડેથ વોરંટ વિરુદ્ધ કોર્ટમાં પહોંચ્યો છે. મુકેશના વકીલે મંગળવારે દિલ્હી હાઈકોર્ટમાં ડેથ વોરંટ સામે અરજી કરી હતી. અરજીમાં જણાવાયું છે કે દોષિતને દયાની અરજી કરવાનો અધિકાર છે.

અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે દયાની અરજી નામંજૂર કરવામાં આવે છે, ત્યારે કાયદો દોષિતને સુપ્રીમ કોર્ટમાં જવાની મંજૂરી આપે છે. કોર્ટ હવે બુધવારે મુકેશની અરજી પર સુનાવણી કરશે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં કોર્ટે ચારેય દોષીઓને ફાંસીની સજા સંભળાવી છે. 22 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે તેને ફાંસી આપવામાં આવશે.

આ અગાઉ મંગળવારે મુકેશસિંહે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરી હતી. પરંતુ, આજે તેને સુપ્રીમ કોર્ટથી પણ ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે સજા ઘટાડવા માટેની અરજીને નકારી કાઢી હતી.

જ્યારે જસ્ટિસ એન.વી. રમણાની અધ્યક્ષતામાં સુનાવણીમાં તેમની અરજી ફગાવી દેવામાં આવી છે. ચુકાદા દરમિયાન ન્યાયાધીશોએ કહ્યું કે ઉપચારાત્મક અરજીમાં કોઈ આધાર નથી. જસ્ટીસ એન.વી. રમણા, જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ આર.એફ. નરીમાન, જસ્ટિસ આર ભાનુમતી અને જસ્ટિસ અશોક ભૂષણની ખંડપીઠે આ નિર્ણય આપ્યો છે.

READ ALSO

Related posts

વડાપ્રધાન મોદી મારા સાચા મિત્ર છે, અમે પાકિસ્તાન પર આતંકવાદ પર એક્શન લેવા દબાણ કર્યું છે

Mayur

બોલિવુડની દિગ્ગજ અભિનેત્રીની બે વર્ષ પછી ખુલ્યા રહસ્ય, પુસ્તકમાં થયો ચોંકવાનારો ખુલાસો

pratik shah

નમસ્તે ટ્રમ્પ : 1 લાખની ભીડ જોઈ ટ્રમ્પ થયા ગદગદિત, મોદીએ નવા અધ્યાયની શરૂઆત ગણાવી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!